વિસાવદર તાલુકાના મોટા હડમતીયા ગામે રામપરા વાળી વિસ્તાર માં લાલજી ભાઇ રામજીભાઇ વઘાસિયાની વાડીએ વહેલી સવારે વાડીમાં આવેલ પાણીના કુવામાં થી અવાજ સંભળાતા તેણે કૂવાની પાળી પરથી અંદર નજર કરતા તેની અંદર એક દીપડો પડેલ હતો. જયારે સવારે લાલજીભાઈ વાડીએ જતાં તેણે જાણ થઈ એટલે તેણે તાત્કાલિક ગામના સરપંચને જાણ કરતાં તેમણે વિસાવદર વનવિભાગને જાણ કરી હતી જાણ થતા તાત્કાલિક વન વિભાગ ના બીટગાર્ડ ગીરીબાપુ તેમજ અન્ય સ્ટાફ તેમજ રેસ્ક્યુ ટિમ સાથે સ્થળ પર પાંજરા સાથે પહોંચી તરત જ આવી પહોંચેલ અને દીપડાનું રેસ્ક્યુ કરી સાસણ ખાતે મોકલી આપેલ હતો
કૌશિકપુરી ગોસ્વામી:- વિસાવદર
Advertisement