વિસાવદર તાલુકા પત્રકાર સંઘ અને તેમના પરિવારનું વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના મહામારીને અનુલક્ષીને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં પત્રકારો તેમજ તેમના પરિવારના સભ્યોનું મેડિકલ ચેકઅપ ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોક ડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકોને સાચી માહિતી પહોંચાડનાર તેમજ દેશની ચોથી જાગીર કહેવાતા પત્રકારો સતત તેમની અને તેમના પરિવારની ચિંતા વગર દેશમાં ચાલી પરિસ્થિતિની સાચી માહિતી લોકો સુધી પહોંચાડનાર પત્રકારોને પણ આ મહામારીના સકંજામાં આવી શકે તેવી પરિસ્થિતિ પણ બની રહી છે ત્યારે વિસાવદર તાલુકા પત્રકાર સંઘ દ્વારા તમામ પત્રકારો અને તેમના પરિવારનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર હમીર રાજતીયા દ્વારા તમામની અમેરિકન મેડિકલ ચકાસણી કરી હતી.
વિસાવદર તાલુકા પત્રકાર સંઘ અને તેમના પરિવારનું વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના અનુલક્ષીને ચેકઅપ કરવામાં આવ્યું.
Advertisement