વિસાવદર તાલુકાના રે. હો. અને સા.આ. કેન્દ્ર દ્વારા કોરોના વાયરસ સામે લડત આપવા માટે સરકારી હોસ્પિટલમાં અધિક્ષક ડો.એસ. કે. રાજતિયા સાહેબે નગર પાલિકાના તમામ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કર્યું. આ કેમ્પમાં કુલ 52 કર્મચારીઓએ ભાગ લીધેલ હતો. તેમને ઉધરસ, શરદી, તાવ કે અન્ય બિમારીઓનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. ડો.રાજતિયાના જણાવ્યા મુજબ ચેક અપ કરવા આવતા તમામ કર્મચારીઓએ હોસ્પિટલમાં એકબીજા વચ્ચે દોઢ મીટરનું સોશિયલ ડિસ્ટન્સ રાખવું. હોસ્પિટલના બંને ડોકટરને પણ ઓ.પી.ડી. વિભાગનું ચેકઅપ ખુલ્લામાં કરવા જણાવેલ. જેથી બહાર ઓક્સિજન મળે. અંદર એ.સી. ને કારણે વાયરસ ફેલાવાનો ભય રહે છે. સાયન્સ મુજબ ચેકઅપ કરાવવા આવતા ન.પા.ના કર્મચારીઓને થોડી તકલીફો વચ્ચે તડકામાં ઉભા રહેવા અનુરોધ કરેલ. ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ નર્સ વૈશાલી બહેન, એન. સી. ડી. વિભાગના સતીશ સાંકળિયા, ક્રીનેશ જેઠવા તેમજ સ્થાનિક આરોગ્ય સ્ટાફે સારી એવી જહેમત ઉઠાવેલ.
કોરોના વાયરસનો સામનો કરવા માટે વિસાવદર રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિસાવદર નગરપાલીકાના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.
Advertisement