સમગ્ર ભારતમાં કોરોના વાઈરસના કેસોમાં વધારો થઈ રહયો છે ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા બાહર પાડવામા આવેલ જાહેરનામાનું પાલન કરાવા માટે વિસાવદર પ્રાંત અધિકારીના માર્ગદર્શન નીચે વિસાવદર મામલતદાર આર.વાઈ.ગોસાઈ. ટી.ડી.ઓ, માનાવદરા, આરોગ્ય અધિકારી ડો.વાંજા, નગરપાલિકા ચીફ ઓફિસર પટેલ, અરુણ ભટ્ટ અને પી.આઈ,પટેલ તેમજ પોલીસ સ્ટાફ સાથે વિસાવદર શહેરી વિસ્તારમાં ધારા-૧૪૪ નું પાલન કરાવા માટે નિકળયા હતા.
તેમજ લોકોને સરકારી સૂચનાઓનું પાલન કરવામાં આવે તેમજ બિન જરૂરી ઘર બહાર ન નીકળે તેવી સૂચના આપેલ હતી. આ જાહેર નામું તા-૨૦/૩/૨૦૨૦ ના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તા-૩૧/૩/૨૦૨૦ સુધી આ જાહેર નામાં ની અમલવારી કરવામાં આવશે. આ જાહેરનામામાં દૂધની ડેરી, અનાજ કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર અને શાકભાજીવાળા વેપારીઓ તેમની દુકાનો ખુલ્લી રાખી શકશે.
Advertisement