Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર તાલુકાનાં જેતલવડ ગામ પાસે મહિલાની હત્યા પોતાનાં સગાભાઈ દ્વારા કરવામાં આવી.

Share

આ બનાવની વિગત પ્રમાણે મરનાર હેતલબેન દિલીપભાઈ ખાચર- ઉં.વર્ષે-૩૦ નું તેના જ સગાભાઈ દ્વારા ખૂન કરી નાખવામાં આવ્યાનું પોલીસમાં નોંધાયુ છે. મરનાર હેતલબેન દિલીપભાઈ છેલ્લા ત્રણ વર્ષથી તેના માવતરે રિસામને છે જે તેના ભાઈને ના ગમતું હોય તે અવાર-નવાર તેને તેના સાસરે જવાનું કહેતો હોય જેનુ તે ન મનતા હોય જયારે સોમવારના રોજ હેતલબેન અને તેના પરિવાર સાથે વિસાવદર પાસે આવેલ સતાધારના દર્શન કરવાં માટે આવેલ હોય પણ રાતના સમયે મોડું થઈ જતા તે તેમના સગાં વિસાવદરના ભટ્ટવાવડી ગામે રહેતા હોય તેની ત્યાં રોકાવા જતા હતા. જેની ખબર તેના ભાઈને થતા તે અને તેની સાથે બે અજાણ્યા શખ્સો એક કાળા કલરની ફોર વ્હીલમાં હેતલબેનને ભટ્ટવાવડી જતા જેતલવડ ગામ પાસે રસ્તે આડી ગાડી રાખી છરી વડે હુમલો કરી દીધો હતો અને તેની સાથે આવેલ બે અજાણ્યા શખ્સો દ્વારા દોરી અને છરી વડે હુમલો કરી નાસી છૂટયા હતા. જેમાં હેતલબેનને ગંભીર ઇજાને કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જયારે મૃતદેહને વિસાવદર સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડવામાં આવેલ હતો.મરનારના માતા દ્વારા તેના જ સગા પુત્ર સામે તેની બહેનના ખૂનની ફરિયાદ કરવામાં આવી. આ બનાવમાં મરનાર અને મારનાર બંને સગાબેન ભાઈ હોય જયારે મારનારની પોલીસ ફરિયાદ ખુદ તેની મા દ્વારા કરવામાં આવી છે. આ બનાવની તપાસ વિસાવદર પી.આઈ.એન.આર.પટેલ ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

કોટક સિક્યોરિટીઝે 2025 માટેનું માર્કેટ આઉટલૂક રિલીઝ કર્યું

ProudOfGujarat

शाहरुख खान ने ‘ज़ीरो’ के सेट पर अपनी अभिनेत्रियों के संग रिक्शा सवारी का उठाया लुत्फ़!

ProudOfGujarat

ઝધડિયાની આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ શ્રમિકોને ઇજા પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!