Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર તાલુકાનાં નાની મોંણપરી ગામનાં રામજી મંદિરનાં પૂજારીની સળગેલી હાલતમાં લાશ મળી.

Share

આ બનાવની વિગતો પ્રમાણે વિસાવદર તાલુકાની નાની મોંણપરી ગામે રામજી મંદિરની સેવા પૂજા કરતા રતિલાલભાઈ તુલસીદાસ નિમાવત (ઉં.વર્ષ-૫૦) કરે છે. જેની મંગળવારનાં રોજ નાની મોંણપરી ગામથી દુર એક અવાવરુ જગ્યાએથી સળગેલી હાલતમાં લાશ મળી આવતા નાના એવા ગામમાં શોક સાથે અનેક ચર્ચાઓ થઈ રહી છે. નાના એવા ગામમાં રામજી મંદિરની પૂજા કરતા રતિલાલભાઈ તુલસીદાસ નિમાવતને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે એવું જાણવા મળેલ છે. જેમાં બંને દીકરા રાજકોટમાં ધંધો કરે છે અને એક દીકરી સાસરે છે. જયારે રતિભાઈ અને તેમના પત્ની નાની મોંણપરીમાં જ રહે છે અને રામજી મંદિરની સેવા પૂજા કરે છે તેમજ સાથે મધ્યાહન ભોજનમાં રસોઈનું કામ પણ કરતા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની જાણ પોલીસને થતા લાશને વિસાવદર પી.એમ.માટે મોકલી આપેલ છે અને વધુમાં તપાસ થઈ રહી છે.

Advertisement

Share

Related posts

સરકારી કન્યા શાળાની વિધ્યાર્થિનીઓને મફત સ્વેટર વિતરણ

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા તથા યુ. સી. ડી. શાખા દ્વારા જળ દિવાળી કાર્યક્રમનું આયોજન કરાયું

ProudOfGujarat

ગોધરા : દાહોદ શહેરમાં વેપારીએ પત્ની અને ત્રણ માસુમ દિકરીઓ સાથે સામુહીક આત્મહત્યા કરી લેતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!