જૂનાગઢ મહાશિવરાત્રીનાં મેળાની પૂર્ણાહુતી થતા સાધુ સંતો સુપ્રસિદ્ધ સતાધાર તરફ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. સતાધારના મહંત વીજયબાપુ દ્વારા તમામ સંતો માટે ફરાળ, ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી. દર વર્ષની જેમ મહાશિવરાત્રી મેળા બાદ ભવનાથમાં આવેલા તમામ અખાડા મંડળ સતાધાર આવે છે. જેમ ૧૬ અખાડાના સંતો સતાધાર દર્શન કરવા અને દર્શન આપવાની પરંપરા ચાલી આવે છે. ત્રણ દિવસ સતાધારમાં સાધુ સંતો રોકાય છે અને જેમાં દેવ પૂજા અને ગોલા પૂજન થાય છે. છેલ્લે દિવસ પાકી રસોઈ થાઈ અને પાકી દક્ષિણા આપવામાં આવે છે. જેમાં ૧૬ અખાડાનાં સનાતનનાં સંતો અને મહંતોના મુખે સતાધારની મહિમા ગવાય છે.
Advertisement