છેલ્લા 2 દીવસ થી ભુતળી ગામ માં દીપડા નાં ધામા થી ગ્રામ જનો મા ભઈ ફેલાયો હતો.જેમા ગય કાલે ગામ વચ્ચે 1 વાછરડાનું મારણ કરેલ ને બીજુ વાડી વિસ્તાર માં મારણ કરેલ ત્યાર બાદ જંગલ ખાતાને જાણ કર્તા આજ રોજ જંગલખાતા દ્રારા ભીખાભાઈ અરજણભાઈ વાંસાણી નાં ખેતર મા કપાસ ની વચ્ચે પાંજરું મુકવામાં આવેલ જે પાંજરું મુક્યાની ગણતરીની કલાકો માંજ આજે સાંજે 8 કલાકે અંદાજિત ઉંમર વર્ષ 7 થી 8 વર્ષનો દીપડો પાંજરે પુરાણો હતો આ દીપડો પાંજરે પુરતા ગ્રામજનોએ રાહતના સ્વાસ લીધાં. ઘણા સમય થી વિસાવદર તેમજ આજુબાજુ ના વિસ્તાર માં માનવભક્ષી દીપડાએ લોકો પર હુમલા કર્યા ના બાનાવ મા વધારો થયો હતો જેના કારણે લોકો માં વન વિભાગ સામે આક્રોસ ફેલાયો હતો અને લોકો ઉપવાસ પર ઉતરી ગયા હતા તેમજ ખેડૂતો અને સરપંચો દ્વાર આવેદનપત્ર પણ આપવામા આવ્યા હતા
જેના કારણે વન વિભાગ તુરંત હરકત મા આવી ગયું હતું જાને એવું લાગે કે વન વિભાગ દ્વારા દીપડાઓ ની ધરપકડ કરવા ના આદેશ આપિયા હોય તેમ ટૂંકા સમય માજ અલગ અલગ સ્થળેથી પાંચ થી વધુ દીપડાઓ પકડી લેવાં આવિયા છે અને હાલ માં અલગ અલગ સ્થળે પાંજરાઓ મુકવામા આવિયા નું પણ જાણવા મળેલું છે વન વિભાગ ની કામગીરી ની લોકો માં રાહત જોવા મળી રહી છે.
કૌશિકપુરી ગૌસ્વામી :-વિસાવદર