વિસાવદર માં બિરાજતા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ની મહાશિવરાત્રી ના રોજ સવારે ૧૦/૦૦ કલાકે નગરયાત્રા નીકળી હતી. જેમાં શ્રી કાશીવિશ્વનાથ મંદિરે થી રામજી મંદિર જૂની બજાર બસ સ્ટેશન રોડ કનૈયા ચોક રેલવેસ્ટેશન રોડ ધારી રોડ હનુમાન પરા રામજી મંદિર તેમજ મુખ્ય માર્ગો પર થી પસાર થઈ મંદિરે પૂર્ણ થઈ હતી. જેમાં ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા, જિલ્લા ભાજપ મંત્રી રમણિકભાઈ દૂધાત, તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્ર ભાઈ સાવલીયા, તાલુકા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ કોટીલા, કનકાઈ મંદિર ના ટ્રસ્ટી ઉદયભાઈ મહેતા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ રાજભાઈ રિબડીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ વાધેલા, દિલીપભાઈ કાનાબાર, કૌશિકભાઈ વાઘેલા, કમલેશ ભાઈ રિબડીયા જેમાં મંદિર ના મહંત હીરાપુરી હનુમાનપુરી બાપુ ના માર્ગદર્શન સાથે મંદિરે સેવકગણ જીતુબાપુ(ભોલેનાથ) મનસુખભાઈ સયાગર, રમેશભાઈ ડોબરીયા, ભરતભાઈ હીરપરા, અમિતભાઈ આહીર તેમજ દસનામ ગૌસ્વામી સમાજ બજરંગ દલ વિશ્વ હિન્દુ પરિસદ સહિત ની સંસ્થાઓ જોડાય હતી. અને ચા, સરબત, ભાંગ નો પ્રસાદ નગરયાત્રા ના માર્ગો પર રાખવામા આવ્યા હતા. જયારે મંદિરે મહાઆરતી કરવાં આવી હતી.સાથે રાત્રે દીપમાળા સહિત ના ધાર્મિક કાર્યક્રમો કરવમાં આવિયા હતા.જેનો મોટી સંખ્યામાં ભક્તો એ લાભ લીધો હતો.
વિસાવદર માં મહાશિવરાત્રી નિમિતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ની ભવ્ય નગરયાત્રા નીકળી હતી.
Advertisement