વિસાવદર તાલુકાના કાલસારી ગામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત પોષણ અભિયાન 2020-22 બાળ તંદુરસ્તી કાર્યક્રમ યોજયો. જે અંતર્ગત બાળ તંદુરસ્તી હરિફાઇ તેમજ વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ તકે આઈ.સી.ડી.એસ. વિસાવદર તેમજ મામલતદાર ગોસાઈ, વનવિભાગના આર.એફ.ઓ પાઠક અધિકારીઓ જિલ્લા ખેતીવાડી અધિકારી રાઠોડ તેમજ પૂર્વ કૃષિ મંત્રી કનુ ભલાળા, જિલ્લા પંચાયત સદસ્ય ચંદ્રિકાબેન વાડોદરિયા, જિલ્લા ભાજપ મંત્રી રમણિક દૂધાત, કાલસારી સરપંચ કિશોર ભયાણી, પ્રકાશ ત્રિવેદી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને 2022 સુધીમાં ગુજરાતમાંથી કુપોષણ નાબુદ થાય એવી સપથ લેવડાવી હતી.
જયારે કાલસારી પ્રા.શા.ના બાળકો દ્વારા કુપોષણ અદાલતનું એક સુંદર નાટય રજૂ કર્યું હતું. સાથે તમામ આવેલ અધિકારી ઓને એક-એક વૃક્ષ આપીને તેનું વૃક્ષારોપણ કરાવેલ હતું. જયારે આઈ.સી.ડી.એસ ના બહેનો દ્વારા પોષણ યુક્ત આહારની વાનગીઓ બનાવી પ્રદર્શન યોજયું હતું.
કૌશિકપુરી ગૌસ્વામી