108 ના સ્ટાફ ની પ્રમાણિકતા વિસાવદર ફરજ બજાવતા 108 ના સ્ટાફની પ્રમાણિકતા.
વિસાવદર 108 ના સ્ટાફ ની પ્રામાણિકતા કે જેઓએ મૃત્યુ પામેલ વ્યક્તિના સગાને બેલાખ ચાલીસ હજાર રોકડ તેમજ મોબાઈલ એ.ટી.એમ કાર્ડ તેમજ પાકીટ પરત કરેલ જયારે આ બનાવમાં વિસાવદર 108માં ફરજ બજાવતા L.M.T મનીષભાઈ તેમજ પાયલોટ ચંદ્રકાંતભાઈ ઠાકરને ફોન આવે કે વિસાવદરના રાવણી કુબા ગામે વાડીમાં વિઠ્ઠલભાઈ ભોવન ભાઈ જાટકીયા હુમલો આવેલ છે તે સમાચારમળતા જ વિસાવદર 108 સ્થળ પર પહોંચી હતી ત્યાં વિઠ્ઠલભાઈની હાલત ગંભીર જણાતા તેને પ્રાથમિક સારવાર આપી અને વિઠ્ઠલભાઇને 108 દ્વારા વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામા આવી રહ્યા હતા ત્યારે તેને પ્રાણઘાતક એટેક આવતા તેમનું રસ્તામાં મોત થયું હતું જ્યારે તેની પાસે રહેલ રૂપિયા બે લાખ ચાલીસ હજાર તેમજ મોબાઈલ એટીએમ કાર્ડ અને એક પાકીટ જેમા વિઠ્ઠલભાઈના સગા-સંબંધીના નંબર હોય તે ખરાઇ કરી તેના જેના સગાને તે પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું હતું.
કૌશિકપુરી ગૌસ્વામી