Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર : સરસઈ ગામે રહેતા પટેલ યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત.

Share

વિસાવદર તાલુકાના સરસઈ ગામે રહેતા રણછોડભાઈને બે પુત્ર હોય જે ધંધા અર્થે સુરત મુકામે હોય તેમાં જયેશભાઈ રણછોડભાઈ જોધાણી ઉંમર વર્ષ 40 તે સુરત મુકામે તેના પરિવાર સાથે હિરા ઘસવાનું કામ કરતા હોય જ્યારે થોડા સમયથી હીરામાં મંદી આવેલ હોવાથી અને મંદીના કારણે તે તેમના પરિવાર સાથે સરસાઈ મુકામે આવી ગયેલ જ્યારે જયેશભાઇને તેના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને થોડીક તકલીફ હોવાથી અને સુરત તેમજ જૂનાગઢની દવા ચાલતી હોય જેથી કરી તેઓ હાલ સરસઈ મુકામે રહેતા હતા. હાલ કોરોનાના કારણે સમગ્ર દેશ અને શહેર તેમજ ગામડાઓમાં પણ લોક ડાઉન હોય જેથી કરીને જયેશભાઇને માનસિક તનાવ રહેતો હતો તેમ જાણવા મળેલ હતું. જ્યારે 10/4/2020 ના રોજ સવારના તે તેમની વાડીએ જવાનું કહી પોતાની નિજ વાડીએ રૂમમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો જેની જાણ થતાં વિસાવદર ઈમરજન્સી સેવા ૧૦૮ તેમજ વિસાવદર પોલીસને તે અંગેની જાણ કરવામાં આવી હતી. જ્યારે આ બનાવની જાણ વિસાવદર પોલીસને થતાં તુરંત સ્થળ પર પહોંચી જયેશભાઈ લાશનો કબજો મેળવી વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સ્થળ પણ ડોક્ટર દ્વારા તેમજ પી.એમ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવની તપાસ વિસાવદર પી.આઈ એન.આર. પટેલ ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં કાંસ અને નગરપાલિકા શોપિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે કરાયું.

ProudOfGujarat

ભરૂચ એપીએમસી યાર્ડમાં વરસાદના કારણે દુકાનની દિવાલ પડી જતા કિસાન સંઘ દ્વારા ભ્રષ્ટાચારી વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ

ProudOfGujarat

પાલેજ-વલણ ડકરી મેમોરિયલ કન્યા શાળા તથા વલણ હાઇસ્કૂલ નું ગૌરવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!