Proud of Gujarat
FeaturedGujaratINDIA

જન્માષ્ટમીના તહેવાર પર 6 દિવસ સુપ્રસિદ્ધ વીરપુરનું જલારામ મંદિર બંધ રહેશે

Share

રાજય માં હવે જયારે જન્માષ્ટમીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રાજ્ય માં 30 ઓગસ્ટ ના રોજ જન્માષ્ટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. તેમજ રાજય માં સપ્ટેમ્બર મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે શ્રાવણ મહિનામાં પણ મંદિરોમાં કોરોના નું ખાસ પાલન કરવામાં આવી રહ્યું છે.

ત્યારે રાજકોટ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવારો દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલેખનીય છે કે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં દર્શન કરવા માટે જતા હોય છે. તેમજ હજુ રાજય માં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો જોવા મળી રહ્યો છે તેવામાં જન્માષ્ટીના તહેવારમાં મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય અને કોરોનાની ત્રીજી લહેર અટકાવી શકાય તે માટે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજય માં વિરપુર ખાતે આવેલું જલારામ મંદિર 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર એટલે કે 6 દિવસ મંદિર બંધ રહેશે.

Advertisement

આ દરમિયાન સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે.જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ છ દિવસ મંદિર અને અન્ન ક્ષેત્ર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તો 2 સપ્ટેમ્બરથી મંદિર ભક્તો માટે રાબેતા મુજબ ખુલશે.


Share

Related posts

નડિયાદની પરિણીતાને વિદેશમાં ત્રાસ આપતા ફરીયાદ નોંધાઈ

ProudOfGujarat

લોકશાહીના અવસરમાં છેલ્લા ૫૦ વર્ષથી પણ વધુ સમયથી મતદાન કરતા મતદાતાઓનો જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રમાણપત્ર આપી બિરદાવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં વકીલની કારનાં બોનેટમાં બિલાડી ફસાતા સુરક્ષિત કરાઇ મુક્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!