વિશેષ અહેવાલ-પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ
સેવા માટે સાધનોની નહી બલ્કે પ્રબળ ભાવનાની જરૂર પડે છે.આ ઉક્તિને સાચા અર્થમાં વિરમગામના સેવાભાવી લોકોએ સાર્થક કરી બતાવી છે.માણસ ધારે તો તે પોતાના કાર્યોથી બીજા અનેક લોકોનું જીવન બદલી શકે છે. વિરમગામ શહેરના સેવાભાવી યુવાનોએ આવુ જ એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે. વિરમગામ શહેરના નિરાઘાર વ્યકિત જેઓ કેટલાય દિવસોથી ગંભીર પીડાથી પીડાઇ રહ્યા હતા.તેવામાં ગત 22 એપ્રિલના રોજ સેવાભાવી રાજુભાઇ (ગલાભાઇ) રબારીને ફોનથી જાણ થતા એક કાળુભાઇ કોયાભાઇ ઠાકોર ઉ.વ.આશરે 45 વર્ષ નામની નિરાઘાર વ્યકિતને પગના ભાગે ગંભીર બીમારીથી પગ સડી ગયેલથી પીડાઇ રહેલ છે. જેને વિરમગામના સેવાભાવી રાજુભાઇ રબારીએ પ્રાથમિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પીટલ લાવ્યા જ્યાં વઘુ ગંભીર પીડાથી સારવાર થઇ શકી ન હતી.તેવામાં સેવાભાવી યુવાનો દ્વારા બગોદરા પાસે સેવા સંસ્થાન આશ્રમ ખાતે લઇ ગયેલ જ્યાં નિરાઘારની પરિસ્થિતિ વઘુ ખરાબ હોય ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવાનું નક્કી કર્યુ પણ ત્યાં સારવાર યોગ્ય ન જણાતા ત્યાંથી સેવાભાવી રાજુભાઇ ગલાભાઇ રબારીએ વિરમગામ સ્થિત શીવ હોસ્પીટલના ડો.પ્રકાશભાઇ સારડા જાણ કરાતા ગંભીર પીડાથી પીડાઇ રહેલ નિરાઘારને ડો.પ્રકાશભાઇ સારડાએ પોતાની શિવ હોસ્પીટલમાં નિઃશુલ્ક રીતે પગનું ઓપરેશન કરી સારવાર આપી જીવન બચાવ્યું છે.ત્યારે વિરમગામ શહેરના ડો.પ્રકાશભાઇ સારડા સેવાભાવી યુવાનોને ચોક્કસ પણે તેમની જીવનશૈલીને સલામ કરવાનું મન થાય.
વિરમગામ શહેરના રાજમાર્ગો પર છેલ્લા ઘણાં સમયથી રખડતાં-ભટકતાં અસ્થિર મગજના માનવીને જોઇને આજના કાળા માથાંના માનવીને ક્યારેય દયા ન આવે.પરંતું આજે વિરમગામ શહેરમાં સેવાભાવી યુવાનો,ડોક્ટરની સેવાથી લોકોમા માનવતાની મહેક ફેલાવી દીઘી છે.વિરમગામની નિશ્ર્વાર્થ ભાવની સેવાને લોકોના લાખો સલામ.