Proud of Gujarat
EducationGujaratINDIA

વિરમગામની ઇન્ડિયન પબ્લીક સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયુ

Share

અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તાર વિરમગામની જાણીતી શૈક્ષણીક સંસ્થા ઇન્ડીયન પબ્લીક સ્કુલ (આઇ.પી.એસ) દ્વારા બુધવારે સફાઇ અભિયાન હાધ ધરવામાં આવ્યુ હતુ. ઇન્ડીયન પબ્લીક સ્કુલના ધોરણ ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ દ્વારા વિરમગામ શહેરના પોપાટ ચોકડી વિસ્તારમાં આવેલ ગુરૂકૃપા સોસાયટીમાં સફાઇ કરવામાં આવી હતી અને ઘરે ઘરે જઇને ડસ્ટબીનમાં કચરો એકત્રીત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા લોકોને યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવા માટે પણ સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં પ્લે કાર્ડ લઇને સ્વચ્છતા અભિયાન અંગેના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સફાઇ અભિયાનને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના શિક્ષકો, સંચાલક દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ફાયર સ્ટેશન ખાતે “અગ્નિશમન સેવા દિન” ની ઉજવણી કરવામાં આવી, ફાયર બ્રિગેડને ફુલહાર કરાયા..!

ProudOfGujarat

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે રોટરી કલબ ભરૂચનાં સંયુકત ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

ઉતમ સેવા : પિતાની પુણ્યતિથિ નિમિત્તે કોરોનાગ્રસ્તોને ૮૦૦ ફુડ પેકેટ વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!