વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસના પોઝીટીવ કેસ વધી રહ્યા છે ત્યારે વિરમગામ વિધાનસભા વિસ્તાર એટલે કે વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર માટે વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દ્વારા ૧૦ લાખ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતા આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત અમદાવાદ દ્વારા ફાળવવામાં આવેલ વસ્તુઓનું વિરમગામ ખાતે વિતરણ કરવામાં આવ્યુ હતુ. વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, સુધીર રાવલ, અજિત ખુડદીયાની ઉપસ્થિતીમાં તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતેથી વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટરની જરૂરીયાત પ્રમાણે કુલ સ્ટરેલીયમ ૧૦૦ એમએલ ૭૬૮, ત્રિપલ લેયર માસ્ક ૩૦૦૦, શોપ શોલ્યુશન ૩૦ લીટર, એન ૯૫ માસ્ક ૫૦, ફેશશિલ્ડ ૨૫, ટેબ એચસીક્યુ ૯૦૦, કોવીડ ૧૯ સ્વચ્છતા કિટ ૧૨૮૩, પીપીઇ કીટ ૧૨૦, પલ્સ ઓક્સિમીટર ૩૦, નેબ્યુલાઇઝર ૩૦ ની ફાળવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાઇરસના ચેપથી ચોક્કસ બચી શકાય તેમ છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢા ઢાંકવુ, હાથ મિલાવવાના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે જણાવ્યુ હતુ કે, કોરોના મહામારીના કારણે જે પરીસ્થિતી ઉભી થઇ છે ત્યારે કોરોના સામેની લડાઇ માટે ૧૦ લાખ રૂપીયાની ગ્રાન્ટ ફાળવી હતી. જેમાંથી વિરમગામ ખાતે જીલ્લા પંચાયત અમદાવાદ દ્વારા જરૂરી સામાન ખરીદીને વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફાળવણી કરવામાં આવી હતી. આ સામાન જરૂરીયાત પ્રમાણે વિરમગામ તાલુકાના આરોગ્ય કેન્દ્રની ગાડીઓમાં ભરીને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામથી રવાના કરવામાં આવ્યો હતો. વિરમગામ તાલુકામાં આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે.
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
વિરમગામનાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કોરોના સામે લડવા જરૂરી સાધન સામગ્રીની આરોગ્ય કેન્દ્રમાં ફાળવણી કરાઇ.
Advertisement