Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામ સહિત સમગ્ર જીલ્લામાં સંત રવિદાસજીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ.

Share

વિરમગામ સહિત સમગ્ર જિલ્લામાં માઘ પુર્ણિમાએ સંત રવિદાસજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત સામાજિક સમરસતા સમિતી દ્વારા સંત રવિદાસજીના જીવન પર બૌધીક, પુજન, આરતી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

વિરમગામ શહેરના આનંદ બાલમંદિર અને કે.બી શાહ સ્કુલ ખાતે સંત રવિદાસજીના જીવનચરિત્ર વિશે ઉદબોધન આપવામાં આવ્યુ હતુ અને પુજનનો કાર્યક્રમ યોજાયો હતો. માંડલ ખાતે સંત રવિદાસ જંયતિ નિમિત્તે પુજન તથા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. પાટડી ખાતે સંત રવિદાસજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને ડો.બાબા સાહેબની પ્રતિમા પાસે આરતી, બૌધિક, પ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો. કોયલ માતાજી મંદિર દસાડા ખાતે પણ સંત રવિદાસજીની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રામપુરા ખાતે સૌ હિન્દુ એક માતાના સંતાન છીએ તેવા ભાવ સાથે સંત રવિદાસજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જીલ્લામાં સંત રવિદાસજી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ તાલુકાઓમાં આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઇ, બહેનો જોડાયા હતા.

 
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ હલદરવા ગામ પાસે રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો ..

ProudOfGujarat

ભરૂચ ના ભાડભુત ગામ ખાતે ની સિમ માં મુસ્લિમો દ્વારા બાંધકામ કરવામાં આવતા અને ગામ નું નામ મુસ્તુફા બાદ લખી દેતા સ્થાનિક ગ્રામ જનો અને હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો…..

ProudOfGujarat

જામનગર : કાલાવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ : ડેમ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘુસતાં ઘરો ડૂબ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!