દીકરીઓની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે અને ભારત સરકાર રાજ્ય સરકાર સહિત અનેક સંસ્થાઓ દ્વારા પણ દીકરીઓને બચાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત વર્ષભર અનેક જન જાગૃતિના કાર્યક્રમ જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન નોડલ ઓફિસર તથા જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, દર્શના પટેલ, શીરાલી પટેલ સહીતની બેટી બચાવો બેટી પઢાવો ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ઉત્કૃષ્ટ આઈઇસી કામગીરી કરવા બદલ જીલ્લા વિકાસ અધિકારી સહીત ટીમને સન્માનિત કરાઇ હતી. મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપીને જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન નોડલ ઓફિસર તથા જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, દર્શના પટેલ, શીરાલી પટેલ સહીત બીબીબીપી ટીમનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ ટેબ્લોએ તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નરેન્દ્રસિંહ રાઠોડને અનેક લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જીલ્લા કક્ષાના 71 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો કાર્યક્રમ બાવળા મુકામે યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, ધારાસભ્ય કનુભાઇ પટેલ ,પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ અને આગેવાનો હાજર ૨હ્યા હતા.
વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ