Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામ ખાતે પુરવઠા મામલતદાર દ્વારા દિવ્યાંગોને અંત્યોદય કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

અમદાવાદ જીલ્લાના વિરમગામ સેવાસદન રોડ પર આવેલ ગાયત્રી મંદિર ખાતે 23 જાન્યુઆરી ગુરૂવારના રોજ વિરમગામ શહેરના 71 દિવ્યાંગોને વિરમગામ પુરવઠા મામલતદાર જી.એમ ગોહીલ દ્વારા અંત્યોદય કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ હરિવંશ શુકલ, ટાઉન ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ મહેશ પટેલ, સામાજિક કાર્યકર બીરજુ ગુપ્તા, દિવ્યાંગ તેમજ સામાજિક કાર્યકર હિતેશભાઈ દરબાર, દિલીપભાઈ મહેતા, પૂર્વ પુરવઠા મામલતદાર હરિઓમભાઈ જાની, દશરથભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પુરવઠા અધિકારીના સહયોગથી પુરવઠા મામલતદાર જી.એમ ગોહીલ દ્વારા 71 અંત્યોદય કાર્ડ આપવામાં આવ્યા હતા. દિવ્યાંગોને અંત્યોદય કાર્ડ દર માસે ૨૫ કિલો ઘઉં,10 કિલો ચોખા, 300 ગ્રામ ખાંડ, કેરોસીન સહિત ગંભીર બિમારીઓમાં સરકાર તરફથી મફત સારવાર આપવામાં આવે છે. સામાજિક કાર્યકર હિતેશભાઈ દરબાર, દિલીપભાઈ મહેતાએ દરેક વિકલાંગોના ઘરે ઘરે ફરી ડોક્યુમેન્ટસ ફોર્મ ભેગા કરી પુરવઠા મામલતદારને પહોંચાડ્યા હતા. આ પ્રસંગે સ્ટેજ પર ઉપસ્થિત પુરવઠા મામલતદાર સહિતનાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

વંદના નીલકંઠ વાસુકિયા- વિરમગામ

Advertisement

Share

Related posts

વડાપ્રધાન મોદી યુએઈની મુલાકાતે, દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા

ProudOfGujarat

ભરૂચનાં દહેજ બાયપાસ રોડ પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગૃપના ગરબામાં પબજીના વેશમાં ખેલૈયાઓનું આર્કષણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!