પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ.
નળકાંઠાના ગ્રામ્ય વિસ્તાર ના દર્દી ને સારવાર માટે છકડા મા લાવવાની ફરજ પડી.
અમારે તો છોકડો એજ 108 એમ્બ્યુલન્સ…
(વિશેષ અહેવાલ પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ)
ગુજરાત વિકાસ ની હરણફાળ ભરી રહ્યું છે જેની મોટી મોટી ગુલબાંગો મારી સરકાર પોતાની પીઠ થબડાવી રહી છે. જીંહા…વિરમગામ ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં છકડા નો ફોટો ઘણું બધું કહી જાય છે.
રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અનેક સેવાઓ હજુ ગ્રામ્ય વિસ્તારોમાં ન પહોંચી હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. વિરમગામ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક દર્દી ને વિરમગામ હોસ્પીટલ માં સારવાર માટે છકડા મા લાવવાની ફરજ પડી હતી. સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ સહિત સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ની સગવડ માત્ર શોભા બની છે.વિરમગામ શહેરમા મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ એ ઘીગતો ઘંઘો બની ગયો છે. અને દર્દી ઓને સારવાર માટે ખસેડવા ને લઇને દર્દીઓ સાથે ખુલ્લેઆમ લૂંટ ચલાયાના ઘણા દાખલાઓ વિરમગામ શહેરમાં બન્યા છે.બીજી બાજુ આરોગ્ય સેવાઓની મોટી ગુલબાંગો ફુંકવામા આવતી હોય બાકી વિરમગામ સરકારી હોસ્પિટલમાં દર્દી ઓને આરોગ્યલક્ષી પૂરતી સારવાર પણ આપવામાં ન આવતી હોવાની ફરીયાદો ઉઠી છે.
Advertisement