Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ જિલ્લાનું આઇપીએસ સ્કુલ ખાતે એકત્રીકરણ યોજાયું.

Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિરમગામ જિલ્લાની આયોજન બેઠક વર્ષ ૨૦૧૯-૨૦માં નિશ્ચિત થયા મુજબ વિરમગામ જિલ્લાનું એકત્રીકરણ દિનાંક : ૦૫/૦૧/૨૦૨૦ રવિવારે ઇન્ડીયન પબ્લીક સ્કુલ વિરમગામ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતુ. જેની પૂર્વતૈયારી જૂન માસથી એકત્રીકરણ સુધી ચરણબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જીલ્લાના કુલ ૧૮૪ ગામના સ્વયંસેવકો ઉપસ્થીત રહ્યા હતા. વિરમગામ જીલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ, બોપલ, સાણંદ, પાટડી દસાડા તાલુકાના કુલ ૩૭ મંડલમાંથી ૧૩૪૫ સ્વયંસેવકો ઉપસ્થિતિ રહ્યા હતા. જીલ્લાના તમામ તાલુકાઓના ગામ સુધી સંપર્ક કરી ભારતમાતાના ફોટો પહોંચાડવામાં આવ્યા અને સ્વયંસેવકો પોતાના ગામમાંથી ભારતમાતાનો ફોટો લઇને સ્વયંસેવકો એકત્રિકરણમાં પહોંચ્યા હતા. જીલ્લાના ૨૦૦થી વધુ કાર્યકર્તાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત કાર્યરત રહ્યાં હતા. જીલ્લા એકત્રીકરણમાં ૭૦ ટકા નવી ભરતી યુવાશક્તિ જોડાઈ. કુલ ૩ સત્રોમાં એકત્રીકરણનો મૂળ ઉદ્દેશ – કાર્યવિસ્તાર કરવા માટે સૌ સ્વયંસેવકો તત્પર બન્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત સહ કાર્યવાહ મહેશભાઇ ઓઝા, સુરેન્દ્રનગર વિભાગ સંઘચાલકજી ચન્દ્રકાન્તભાઇ ત્રિપાઠી, વિરમગામ જીલ્લાના સંઘચાલકજી ડૉ.સંજયભાઇ પરીખ સહિત પ્રાંતીય, વિભાગીય અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ એ એકત્રીકરણને પ્રોત્સાહિત કર્યું હતુ. ઘોષ નિદર્શન તથા પ્રત્યક્ષ એક કલાકની શાખા સાથે એકત્રીકરણ સમાપ્ત થયું હતુ. અલગ અલગ સત્રોમાં સંઘની છ ગતિવિધિના કાર્યો તથા અનુવર્તનકાર્યની યોજના બનાવવામાં આવી હતી. આ એકત્રીકરણ કાર્યક્રમમાં સ્વયંસેવકોની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. જીલ્લા એકત્રીકરણમાં આવેલા સ્વયંસેવકોએ ભારતના મહાપુરૂષોની પ્રદર્શની તથા રંગોળી નીહાળી, સેલ્ફી પોઇન્ટ પર તસવીરો લીધી અને રાષ્ટ્રીય વિચારોને પ્રોત્સાહીત કરતા સાહિત્યની ખરીદી કરી હતી.

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

Advertisement

Share

Related posts

દાહોદ જીલ્લાના તલાટી મંડલ દ્વારા અનોખી રીતે અચોકકસ મુદ્દત આંદોલન ઉપર મંદિરો તથા ગામ ની સફાઈ કરી વિરોધ નોંધાયો

ProudOfGujarat

મહેમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન પર હુમલો કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરાઈ.

ProudOfGujarat

વડોદરા મધ્યસ્થ જેલમાંથી ત્રણ કેદી પાસેથી બે મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!