Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતરત્ન સ્વ.અટલજીના જન્મદિવસ નિમત્તે ધોળકામાં પાંચમો મેગા મેડીકલ કેમ્પ યોજાયો.

Share

ભારતરત્ન સ્વ.અટલબીહારી વાજપેયજીના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદ જીલ્લાના ધોળકા ખાતે કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરણાથી આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર, ધોળકા નગર પાલીકા તથા અટલ ઉત્સવ સમિતિ દ્વારા પાંચમા નિઃશુલ્ક મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મહેમાનોને વરદહસ્તે દિપ પ્રાગટ્ય કરીને મેગા મેડીકલ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મેગા મેડીકલ કેમ્પના ૧૦ દિવસ અગાઉથી રજીસ્ટ્રેશન કામગીરી શરૂ કરીને ૧૩૦૦૦થી વધુ દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. જે પૈકી ૭૯૮૧ દર્દીઓની તપાસ કરીને જરૂરી સારવાર આપવામાં આવી હતી ૧૯૭૦ તરૂણીઓ તથા મહિલાઓની હિમોગ્લોબીન, બ્લડ ગૃપની તપાસ કરી નિઃશુલ્ક લેમીનેટેડ બ્લડગૃપ કાર્ડ અપાયા હતા. ૨૪૨ દર્દીઓની સોનોગ્રાફી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મેગા મેડીકલ કેમ્પ દરમ્યાન હ્રદયરોગના ૧ દર્દીનો શોધીને તાત્કાલીક યુ.એન મેહતા સિવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતે એમ્બ્યુલન્સમાં રીફર કરવામાં આવેલ અને કેન્સરના ૩ તથા કીડનીના ૧૧ નવા દર્દીઓ શોધીને વધુ સારવાર માટે સિવીલ હોસ્પિટલ, અમદાવાદમાં રીફર કરવામાં આવ્યા હતા. મેગા મેડીકલ કેમ્પમાં કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઇ દલસાણીયા, ગુજરાત સરકારના મંત્રી ઇશ્વરભાઇ પરમાર, સાંસદ દેવુસિંહ ચૌહાણ, સાંસદ ડો.મહેન્દ્ર મુંજપુરા, શંભુપ્રસાદ ટુંડીયા,  જીતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના પદાધીકારીઓ, કલેક્ટર કે કે નીરાલા, જીલ્લા વિકાસ અધિકારી સહિતના વહિવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.. આ ઉપરાંત ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ગૌતમ નાયક, સિવીલ સર્જન ડો. જી એચ રાઠોડ, ઇ.એમ.ઓ ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.મુનિરાબેન વોરા સહિતના જીલ્લા, તાલુકાકક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો.
       અત્રે ઉલ્લેખનીય છે કે, ધોળકા ખાતે આયોજીત મેગા મેડીકલ કેમ્પમાં વિવિધ તજજ્ઞ તબીબો દ્વારા હાડકા, ચામડી, કીડની, સ્ત્રી રોગ, કેન્સર, ટીબી, ફેફસા, નાક કાન, ગળા, આંખ, દાંત, બાળ રોગ સહિતના રોગોની તપાસ કરીને જરૂરી સલાહ સારવાર આપવામાં આવી હતી. સંજીવની રથમાં મહિલાઓની મેમોગ્રાફી તપાસ કરવામાં આવી હતી. દર્દીઓની સ્થળ પર જ જરૂરી લેબોરેટરી તપાસ પણ કરવામાં આવી હતી.

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

Advertisement


Share

Related posts

પાંચ વર્ષ પહેલા યુવતી ને ભગાડી જનાર યુવાન ને મદદ કરનાર પાંચ વર્ષ પછી ઝડપાયો

ProudOfGujarat

સુરેન્દ્રનગર લખતર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના અને બી.એલ.ઓ ના રજા પગાર અંગે લખતર મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ભરૂચ ના ચાવજ ખાતે રાજકીય પાર્ટીઓ ને પ્રચાર માટે લાગ્યા પ્રવેશબંધી ના બેનર, કહ્યું ગટર સહિત ની પ્રાથમિક સુવિધાઓ આપો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!