Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં સારવાર ને લઇને ડો.શેખ ની બેદરકારી નો મામલે, બેદરકારી દાખવનાર ડોકટર ની મહિસાગર જિલ્લામા બદલી કરાઇ.. અગાઉ 2 મહિના થી વઘુ સમય દરમ્યાન લીંમડી ના રાણાગઢ મા ડેપ્યુટેશન માટે મૂકાયા હતા.

Share

પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ

વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં ડો.શેખ ની બેદરકારી નો મામલે, આખરે મહિસાગર જિલ્લામા બદલી કરાઇ.. અગાઉ 2 મહિના થી વઘુ સમય દરમ્યાન લીંમડી ના રાણાગઢ મા ડેપ્યુટેશન માટે મૂકાયા હતા.

Advertisement

ગત માર્ચ મહિનામા વિરમગામ શહેરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા દિવસે ને દિવસે વધતી બેદરકારી ના લીઘે અસંખ્ય દર્દીઓ ભારે હાલાકી ભોગવવી પડે છે. ના છુટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. તેવોજ વઘુ એક બનાવ બનતા અને ડો.શેખની બદલી ની માંગ સાથે વિરમગામ ના સામાજીક કાર્યકરો દ્વારા આત્મવિલોપન ચીમકી ઉચ્ચારી છે. અને જેતે વખતે  વિરમગામ નાયબ કલેક્ટર ના આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે વિરમગામ શહેરની એક માત્ર તાલુકા ની હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર,વિરમગામ ગાંઘી હોસ્પિટલ આવેલી છે. જ્યાં સગર્ભા બહેનો ને ડીલેવરી માટે તાલુકા માંથી તેમજ શહેરની અન્ય મહિલા ઓ આવતી હોય છે. પણ જ્યારે ગાંઘી હોસ્પિટલમાં ડો.શેખની નોકરી સમય દરમ્યાન મહીલાનોઓ ની ડીલેવરી કરવામાં આવતી નથી.તેમજ મહીલાઓને હેરાન કરવામાં આવે છે અને આ શેખ ડોક્ટર દ્રારા ફરજીયાત પણે મહીલાઓને ડીલેવરી માટે બહાર પ્રાઇવેટ મા મોકલવામા આવે છે. આ બાબતે અરજદારો એ વારંવાર હોસ્પિટલ ના વહીવટી અઘિકારીઓને લેખિત તેમજ મૌખિક ફરીયાદ ડો.શેખ વિરુઘ્ઘ કરવામાં આવેલ છે. જેતે વખતે કોઇ પગલા ભરવામાં આવ્યા ન હતા તા-20-2-2018 ને મંગળવારને રોજ 3 પ્રસુતા મહિલા ઓ ગાંઘી હોસ્પિટલમાં આવેલ જેઓની પુરી તપાસ કર્યા વગર બારોબાર ખાનગી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવેલ કા કે ખાનગી હોસ્પિટલમાં ડો.શેખ ની કમીશન બાંઘી આવેલ હોવાથી મોટાભાગના દર્દી ઓ ને ડો.શેખ દ્રારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. બેદરકારી દાખવનાર ડો.શેખની તાત્કાલિક બદલી નહીં કરવામાં આવે કે સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ના છુટકે વિરમગામ ના 3 યુવાનો વિરમગામ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર બળવંતભાઈ ઠાકોર,સામજીક કાર્યકર આશીષ ગુપ્તા,દલિત આગેવાન રાકેશ સોલંકી એ અગાઉ માર્ચ મહિનામા
નાયબ મુખ્યમંત્રી ના સરકારી નિવાસસ્થાને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ આવેદન પત્ર સાથે નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતુ. સમયાંતરે લાગતાવળગતા અઘિકારીઓએ ડો.શેખને સજા ના ભાગરૂપે લીંમડી ના રાણાગઢ હોસ્પિટલમાં ડેપ્યુટેશન માટે મૂકાયા હતા ત્યારે મળતી માહીતી અનુસાર વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં સારવાર ને લઇને બેદરકારી દાખવનાર ડો.શહેબાઝ શેખ ની મહિસાગર જિલ્લા યુથાણા ના મુવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા બદલી થયાના સમાચાર મળ્યા છે .ડો.શેખની બેદરકારી ને લઇને લેખતિ મૌખિક રજુઆત કરનાર બળંવત ભાઇ ઠાકોર એ જણાવ્યું હતું કે સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં જેતે વખતે ફરજ બજાવતા ડો.શેખ સારવાર ને લઇને બેદરકારી સામે આવી હતી તેની અમોએ રજુઆત કરી હતી આખરે અમારી રજુઆત ને ઘ્યાને લઇને તેમની બદલી કરવામા આવી છે.


Share

Related posts

ભરૂચ : કલેકટરે બહાર પાડેલ જાહેરનામાને પગલે રિક્ષા ચાલકો માટે આર્થિક કટોકટીનાં દિવસો શરૂ.

ProudOfGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકામાં ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટર ઝડપાયા.

ProudOfGujarat

પાલેજ ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!