વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું. મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ દ્વારા 1111 દિવાઓ પ્રજવલિત કરવામાં આવ્યા.
અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવ ફરતે શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ દ્વારા દેવ દિવાળીના પાવન દિવસે 1111 દિવાઓ પ્રજવલિત કરવામાં આવ્યા હતા. દેવ દિવાળીએ 1111 દિવડાઓથી મુનસર તળાવ ઝળહળી ઉઠયુ હતું. આ ઉપરાંત શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું હતુ. દિવાની રોશનીથી ઝળહળતા મુનસર તળાવને નિહાળવા શહેરીજનો ઉપરાંત બહારગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ ઝળહળતા મુનસર તળાવની તસવીરો મોબાઇલમાં લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઐતિહાસિક મુનસર તળાવની ફરતે 360થી વઘુ શિવલિંગ સ્થાપિત દેરીઓ (મંદિરો) હતી જ્યાં એક સાથે સાંકળ થી ઘંટનાદ થતો હતો. દરવર્ષે દેવદિવાળીના દિવસે મોડી સાંજે થી ઐતિહાસિક મુનસર તળાવ ફરતે દિવાઓ પ્રજવલિત કરવામાં આવે છે અને સમગ્ર વાતાવરણ આહલાદક બની જાય છે.