અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરના પોપટચોકડી પાસે પંચમુખી હનુમાનજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે. આ મંદિરના સંત અને સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમાર દાસજી (ખાખીબાપુ) ભાદરવા સુદ બીજના રોજ 2017 માં બ્રહ્મલીન થયા હતા. આ સંત વિરમગામના પ્રેરણાદાયી સંત હતાં તેમના દેવલોક પછી વિરમગામને એક સાચા સંતની ખોટ પડી હતી. આ સંતના હસ્તે ઘણા સેવાના કાર્યો થયેલા છે. વિરમગામમાં ગરીબોને દાન કરવું, પશુપક્ષીની સેવા,ગાયોની સેવા કરવી અને ધર્મનું જતન કરતા આ મહાન સંતની રવિવારે બીજી વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ હતી. આ પ્રસંગે સવારે ૮.૩૦ કલાકે રામધૂન અને સંત સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રસાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement