Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ તાલુકાના કમીજલા ખાતે સેનવા રાવત સમાજનો સત્કાર સમારંભ યોજાયો

Share

વિરમગામ તાલુકાના કમીજલા ખાતે સેનવા રાવત સમાજનો સત્કાર સમારંભ યોજાયો

– ગુજરાત રાવત સમાજ સંઘ તથા શ્રી સેનવા રાવત સમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સત્કાર સમારંભ યોજાયો

Advertisement

– સેનવા રાવત સમાજના પદાધીકારીઓનુ સન્માન કરવામાં આવ્યું

પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કમીજલા મુકામે ગુજરાત રાવત સમાજ સંઘ તથા શ્રી સેનવા રાવત સમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં અતિ પછાત જ્ઞાતિ વર્ગના અમદાવાદ જિલ્લાના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રાધાબેન મનજીભાઈ સેનવા, વિરમગામ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન લાભુબેન હરીભાઇ મકવાણા સહિત સેનવા રાવત સમાજના સરપંચોનુ સન્માન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા, ગૌતમભાઇ ગેડીયા, કનુભાઈ પટેલ, આર સી પટેલ, દિલીપભાઇ પટેલ, કિરીટસિંહ ગોહીલ, મફાભાઇ ભરવાડ સહીત સેનવા રાવત સમાજના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બેરોજગાર યુવાનોને ડાઉન પેમેન્ટ વગર ગાડી આપવા નોધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મનજીભાઈ સેનવા, ગાભુભાઇ સેનવા, કિરીટભાઈ સેનવા સહીતના સેનવા રાવત સમાજના લોકોએ જહેમત ઉઠાવી હતી.
રાજ્યસભાના સાંસદ શંભુપ્રસાદ ટુંડીયાએ પોતાના પ્રવચનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સિધ્ધીઓ વર્ણવી હતી અને બેરોજગાર યુવાનોને ડાઉન પેમેન્ટ વગર ગાડી આપવાની કામગીરીની પ્રસંસા કરી હતી.
ગૌતમભાઇ ગેડીયાએ જણાવ્યું હતું કે, દલીત સમાજના યુવાનોની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. 2019ની લોકસભાની ચુંટણીના નગારે ઘા વાગી ગયા છે ત્યારે ભાજપને મત આપજો. સરકારની નીતિ અતિ પછાત સમાજના લોકો માટે સાફ છે. સૌનો સાથ સૌનો વિકાસ ભાજપનો મંત્ર છે.


Share

Related posts

સીરત કપૂરની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, ફોટો જોઈને ચાહકોએ પ્રેમ વરસાવ્યો

ProudOfGujarat

રાજપીપળામાં પોલીસ બંદોબસ્ત સાથે પાલીકા ટીમે પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધર્યું.

ProudOfGujarat

ઉતરાખંડના હરિદ્વારમાં ધર્મ સંસદમાં મુસ્લિમ ધર્મની ટીકા કરતાં ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!