પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ.
શિવમ હોસ્પિટલ ખાતે થી નોંધણી વગરનું અન્ય-૧ સોનોગ્રાફી મશીન મળી આવતા પીસી પીએનડીટીના કાયદાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી
શિવમ હોસ્પિટલમાં ના જીજ્ઞા રાવલ પોતે વિરમગામ સુથાર ફળી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સાંઇ નર્સિંગ ઇન્સ્ટીટ્યુટ ચલાવે છે.
ડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી પીસી પીએનડીટી એક્ટ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવની સુચના તથા માર્ગદર્શન મુજબ અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં હાંસલપુર ચોકડી પાસે આવેલા શિવમ જનરલ હોસ્પિટલમાં સબ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા તથા પીસી પીએનડીટી અમદાવાદ જીલ્લાની ટીમના સભ્યો નવનીત વોરા તથા હાર્દીક પટેલે અચાનક મુલાકાત લેતા ૨ સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં મળી આવ્યા હતા. આ હોસ્પિટલ છેલ્લા ૨ વર્ષથી બંધ હાલતમાં છે. શિવમ હોસ્પિટલના જીજ્ઞા રાવલને સાથે રાખીને વધુ તપાસ કરતા હોસ્પિટલ ખાતે થી નોંધણી વગરનું અન્ય-૧ સોનોગ્રાફી મશીન મળી આવતા પીસી પીએનડીટીના કાયદાનો ભંગ થતો જણાતા શિવમ હોસ્પિટલ ખાતેથી બન્ને સોનોગ્રાફી મશીન જપ્ત કરી સીલ તથા સીઝ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે શિવમ હોસ્પિટલમાં ના જીજ્ઞા રાવલ પોતે વિરમગામ સુથાર ફળી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સાંઇ નર્સિંગ ઇન્સ્ટીટ્યુટ ચલાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે સબ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફિસર વિરમગામ દ્વારા સમયાંતરે વિવિધ સોનોગ્રાફી સેન્ટર ધરાવતા હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવે છે અને પીસી પીએનડીટી એક્ટની ગંભીરતા અંગે સતત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.
સબ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા એ જણાવ્યુ હતુ કે, તારીખઃ-૨૧-૦૬-૧૮ના રોજ અમો દ્વારા શિવમ જનરલ હોસ્પિટલ, ૨ જો માળ, શિવમ પ્લાઝા, હાંસલપુર, વિરમગામ ખાતે ૨ સ્વતંત્ર પંચો સાથે રાખી સ્થળપ્રત મુલાકાત લેતા માલુમ પડેલ છે કે આ હોસ્પિટલ છેલ્લા ૨ વર્ષથી બંધ હાલતમાં છે. જેની વધુ તપાસ કરતા હોસ્પિટલ ખાતે થી નોંધણી વગરનું અન્ય-૧ સોનોગ્રાફી મશીન મળી આવતા પીસી પીએનડીટીના કાયદાનો ભંગ થતો જણાતા હોસ્પિટલ ખાતેથી બન્ને સોનોગ્રાફી મશીન જપ્ત કરી કચેરી ખાતે લાવી ૨ પંચો રૂબરૂ સીલ તથા સીઝ કરવામાં આવેલ છે. આમ પીસી પીએનડીટી એક્ટના રૂલ ૯(૪), ૯(૮), ૧૩ તથા સેક્શન ૪(૩) ભંગ થયેલ હોઇ આ બાબતે આગળની જરૂરી કાર્યવાહી ડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી પીસી પીએનડીટી એક્ટ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવની સુચના તથા માર્ગદર્શન મુજબ હાથ ધરવામાં આવશે.


Advertisement