Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામના પૂર્વ ઘારાસભ્ય તેમજ શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ  સમાજના આગેવાન પ્રેમજીભાઇ વડલાણીનુ લાંબી માંદગી બાદ નિધન

Share

                                                   
ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ
વિરમગામ નળકાંઠા શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ ના આગેવાનો વિરમગામ ના પૂર્વ ઘારાસભ્ય કોંગ્રેસ ના દિગજ્જ નેતા પ્રેમજીભાઈ શીવલાલ  વડલાણી નુ લાંબી માંદગી બાદ 72 વર્ષે નિઘન થયું છે. પ્રેમજીભાઈ વડલાણી એ મૂળ વિરમગામ ના ઝેઝરા ગામના અને વિરમગામ વિઘાનસભા મા એક ટર્મ ઘારાસભ્ય રહી ચૂક્યા છે તેમજ નળકાંઠાના સમસ્ત તળપદા કોળી પટેલ  સમાજ રત્ન એવોર્ડ થી નવાજ્યા હતા.સામાજીક ,રાજકીય ક્ષેત્ર તેમજ સમાજના સમુહ લગ્ન તેમજ સમાજના 12 થી વઘુ સ્નેહ મિલન સમારોહ યોજી સમાજ ને એક કરવામાં સિંહ ફાળો રહ્યો છે. ઉપરાંત બંઘ પડેલા વિરમગામ એપીએમસી માર્કેટયાર્ડમાં ઘગઘગતુ કર્યું ઉપરાંત સતત બીજા ટર્મ મા સુઘી ચેરમેન તરીકે સેવા આપેલ.. મંગળવારે મોડી સાંજે તેમણા નિવાસ સ્થાને ઝેઝરા ગામે અંતિમ શ્વાસ લીઘા..તેમણા નિઘન થી સમગ્ર વિરમગામ સહિત નળકાંઠા તેમજ સમગ્ર ગુજરાત મા સમાજ મા સ્નેહી જનો વડીલો મિત્રો સર્કલ મા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી

Share

Related posts

નેત્રંગનો ધોલી ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો, આસપાસના 10 થી વધુ ગામો સાબદા કરાયા

ProudOfGujarat

રાજપીપળા : આપ ના નર્મદા જિલ્લા પ્રમુખ ભૂખ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ઝઘડિયા મુકામે શ્રી શબરીમા સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસાવા સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!