Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામના જખવાડા ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

Share

–    જખવાડા ગામના સર્વાંગી વિકાસ, સર્વ પિતૃદોષ નિવારણ, આવનાર નવી પેઢીના ભાવી નિર્માણ માટે ભાગવત સપ્તાહનું આયોજન

Advertisement

ન્યુઝ.વિરમગામ

અખિલ બ્રહ્માંડના નાયક પુર્ણ પુરૂષોત્તમ ભગવાનશ્રી કૃષ્ણચન્દ્ર પ્રભુના અતિ આગ્રહને લઇને જખવાડા ગામ દ્વારા જખવાડા ગામમાં ચૈતન્યશંભુ મહારાજના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું ગોકુલ ધામ, પાણીની ટાંકી પાસે જખવાડા ખાતે સંગીતમય શૈલીમાં ભવ્યાતિ ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. સર્વ પિતૃદોષ નિવારણના સંકલ્પ સાથે જખવાડા ગામના સર્વાંગી વિકાસ તથા આવનાર નવી પેઢીના ભાવી નિર્માણ માટે કારતક સુદ-૭ તારીખઃ- ૧૫-૧૧-૧૮ને ગુરૂવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનો શુભારંભ કરવામાં આવશે અને કારતક સુદ-૧૩ તારીખઃ- ૨૧-૧૧-૧૮ને બુધવારે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવને વિરામ આપવામાં આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ દરમ્યાન શ્રી નૃસિંહ જન્મ, શ્રી વામન જન્મ, શ્રી રામજન્મ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન પર્વત મહોત્સવ, શ્રી રૂકમણી વિવાહ, શ્રી તુલસી વિવાહ સહિતના પ્રસંગોની ધામધુમથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત તારીખઃ-૨૧-૧૧-૧૮ને બુધવારે સાંજે ૬.૩૦ કલાકથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવને સફળ બનાવવા માટે જખવાડા ગામના સરપંચ મનોજસિંહ ગોહીલ સહિત સમસ્ત જખવાડા ગામ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આસપાસના ગામના લોકો પણ મોટી સંખ્યામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનો લાભ લેશે.


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે સુરવાડી ફાટક નજીકથી મારુતિ વાનમાં લવાતો વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

સુરત જિલ્લામાં ૯૧ કોંગ્રેસી કાર્યક૨ો એ પૂર્વ કેબીનેટ મંત્રીના હસ્તે ભાજપાનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

ભરૂચ : પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમાના સુપુત્ર માનવરાજ શૂટિંગ સ્પર્ધમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!