– આરોગ્ય કાર્યક્રમો લોકસમુદાય સુધી પહોંચાડવા સપ્તધારાઓનું ખૂબજ મહત્વનું યોગદાન છે.
ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના વડા ડો.શિલ્પા યાદવની સુચના અને માર્ગદર્શન અનુસાર તાલુકા કક્ષાનો વર્કશોપ અમદાવાદ જિલ્લાના ક્વોલિટી મેડીકલ ઓફીસરશ્રી ડો.સ્વામી કાપડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.પ્રારંભીક જાણકારી તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો.દિનેશ પટેલ દ્વારા આપી હતી, સપ્તધારાના વર્કશોપને સંબોધતા ડો.દિનેશ પટેલે જણાવ્યું હતુ કે સપ્તધારાની વિવિધ કલાઓ દ્વારા જનસમુદાયમાં આરોગ્યના સંદેશાઓ પહોંચાડીને માતામરણ અને બાળમરણ ઘટાડી શકીશું માતાઓ, કિશોરીઓનું પોષણ સ્તર સુધારી શકીશું, માતાઓને પાંડુરોગથી મુક્ત કરી શકીશું, ઓછા વજનવાળા બાળકો ન જન્મે અને તંદુરસ્ત બાળકો જન્મે તે માટેની જનજાગૃતી તેમજ દિકરા દિકરી વચ્ચેના ભેદભાવ દુર કરવા જનજાગૃતિ કરાશે, રોગચાળો અટકાવી શકીશું, પરિવાર કલ્યાણની જાણકારીથી સીમીત પરિવાર સુખ અપાર સમજાવીશું, માનસીક આરોગ્ય અને બીનચેપી રોગો ડાયાબીટીસ, બી.પી., જેના માટેની જનજાગૃતિ કરાશે. આમ, સપ્તધારાથી સ્વાસ્થ્યના સંદેશને ઘરે ઘરે ગુંજતો કરી શકાશે. જીલ્લા કક્ષાએથી પધારેલ જીલ્લા આઈ.ઈ.સી. અધિકારી શ્રી વિજયભાઇ પંડીતે જણાવ્યું હતુ કે સપ્તધારાઓ જેવી કે, રંગકૌશલ્યધારા, સર્જનાત્મકધારા, સંગીતધારા, નાટ્યધારા, નૃત્યધારા, વ્યાયામધારા, જ્ઞાનધારાઓ દ્વારા આરોગ્યના 7+4 ઇન્ડીકેટરમાં સુધારો લાવી શકાશે. જિલ્લા કક્ષાએથી પધારેલ ડો.સ્વામી કાપડીયાએ જણાવ્યું હતુ કે આરોગ્યના કાર્યક્રમોને લોકસમુદાય સુધી લઇ જવા માટે સપ્તધારાઓનું ખૂબજ મહત્વનું પ્રદાન છે. જીલ્લા આઈ.ઇ.સી. અધિકારી વિજયભાઇ પંડીત, ડો.લલીત શાહ, અમીત પ્રજાપતી, જયદ્રથ સોલંકી સહીત સપ્તધારાના તાલીમબધ્ધ ૧૮ જેટલા આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા ખૂબ જ સુંદર રીતે તમામ ધારાઓનું પ્રેઝન્ટેશન કરાયું હતુ. અને આવા સુંદર કાર્યક્રમ યોજવા બદલ જીલ્લા ક્વોલીટી મેડીકલ ઓફીસર ડો.સ્વામી કાપડીયા અને તાલુકા હેલ્થ ઓફીસર ડો.દિનેશ પટેલે આવા સુંદર, અસરકારક અને જનમાનસ પર ચોટદાર અસર કરે તેવું સુંદર પ્રેઝન્ટેશન કરવા બદલ ટીમને ખૂબ અભિનંદન આપ્યા હતા. અને ટીમની ખૂબ પ્રશંસા કરી હતી. વર્કશોપમાં તમામ મેડીકલ ઓફીસરશ્રી, આયુષ મેડીકલ ઓફીસરશ્રી, તમામ ફિ.હે.વ., મ.પ.હે.વ., ફિ.હે.સુ, ફાયનાન્સ આસીસ્ટન્ટ, આશાઓ અને સમગ્ર હેલ્થ ટીમ હાજર રહેલ હતી.