– લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા છેલ્લા 32 વર્ષથી દિપાવલીના તહેવાર પુર્વે વિરમગામ શહેરમાં રાહતદરે મીઠાઇ ફરસાણનુ વેચાણ કરવામાં આવે છે
– લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા 4 નવેમ્બર સુધી મીઠાઇ ફરસાણનું વેચાણ કરવામાં આવશે
ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા
દિપાવલીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા બ્રાહ્મણ જ્ઞાતિની વાડી વિરમગામ ખાતે રાહતદરે મીઠાઇ ફરસાણનુ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. 4 નવેમ્બર સુધી સ્ટોક હશે ત્યા સુધી રાહત દરે મીઠાઇ ફરસાણનું વેચાણ કરવામાં આવશે. જેમાં જૈન સ્પેશિયલ મિક્સ ચવાણુ, ગાઠીયા, મિક્સ મીઠાઇ, પોરબંદરની સ્પેશિયલ ખાજલી, સોન પાપડી, નાન ખટાઇ બિસ્કીટ સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્યને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ વોરા, ચંદુભાઇ પટેલ, સેવંતિભાઇ વોરા સહિતના મોટી સંખ્યામાં લાયન સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા છેલ્લા 32 વર્ષથી દિપાવલીના તહેવાર પુર્વે વિરમગામ શહેરમાં રાહતદરે મીઠાઇ ફરસાણનુ વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા ઓર્થોપેડીક હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, વિકાસ ડે કેર સ્કુલ સહીતની અનેક વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.