Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ તરીકે નાથાભાઇ સિંધવ ફરી ચાર્જ સંભાળશે

Share

–    અધિક વિકાસ કમિશ્નર, ગુજરાત રાજ્ય ગાંધીનગરે જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદનો સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો આદેશ રદ કર્યો

Advertisement

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ ને હોદ્દા પરથી દૂર કરવાના જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયને સરપંચ દ્વારા આર. પી.એ.ડી.અધિક વિકાસ કમિશ્નર સમક્ષ પડકારવામાં આવ્યો હતો. જે બાબતના કેસમાં સરપંચ નાથાભાઇ હરિભાઇ સિંધવની જીત થતા ફરીથી સરપંચ તરીકે કાર્યભાર સંભાળશે. અધિક વિકાસ કમિશ્નર, ગુજરાત રાજ્ય ગાંધીનગરે પોતાના આદેશમાં જણાવ્યુ હતુ કે, પ્રતિવાદી જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદનો તારીખઃ- ૨૪/૦૭/૧૮નો સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો આદેશ રદ ઠરાવવામાં આવે છે. આ કેસમાં થયેલ ચર્ચા અનુસાર તેમજ જણાવેલ ક્ષતીઓની ફેર તપાસ કરી ગુણદેષ પર નિર્ણય લેવા કેસ પરત કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 24 જુલાઈ 2018 ના રોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ નાથાભાઈ હીરાભાઈ સિંધવને સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો હતો. જે બાબતે સરપંચ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કલમ 57(3) અન્વયે 26 જુલાઈ એ વિકાસ કમિશનર ગાંધીનગર ખાતે અરજી દાખલ કરી હતી. પ્રસ્તુત અપીલ સંબંધે કેવીએટર શ્રીમતી ભગવતીબેન હિતેશભાઈ સિંધવ દ્વારા કેવીએટ અરજી અપક્ષ તરીકે જોડાવાની કરેલ જે ના મંજુર કરવામાં આવી હતી. સરપંચ વિરુદ્ધ 2001 થી 2007 દરમિયાન નાણાની ઉચાપત, ચાલુ વર્ષે બજેટની મિટીંગ માટે પંચાયત સભ્યનું અપરણ, ગ્રામ સભામાં ઠરાવ વગર નાણા ઉપાડવા વગેરે આક્ષેપો બાબત સરપંચને સાંભળ્યા વગર કે તાલુકા વિકાસ અધિકારીના રેકડ તપાસ્યા વગર એક તરફી નિર્ણય કરી જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને સત્તા પરથી દૂર કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ કરી કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ પણ કરેલ વાદગ્રસ્ત હુકમ ભૂલ ભરેલો જણાતા. આ બાબતે વિવાદી સરપંચ નાથાભાઈ સિંધવની અરજી ગ્રાહ્ય રાખી પ્રતિવાદી જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદનો આદેશ 24 જુલાઈ 2018નો વિવાદી સરપંચને સત્તા ઉપરથી દૂર કરતો આદેશ રદ કરવામાં જણાવ્યુ હતુ.


Share

Related posts

ગુજરાતમાં શિક્ષણની કથળતી તસ્વીર, અંકલેશ્વરના પીરામણની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કચરાપેટી ખાલી કરાવવાનું કામ કરાવાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં થોડા દિવસો અગાઉ ગુમ થયેલ બાળકની લાશ નવા ગામ રેલ્વે ટ્રેક પાસેની ખાડીમાંથી મળી આવતા ચકચાર

ProudOfGujarat

રાજપીપળા પાલિકા સફાઈ કર્મીઓનો પાલિકામાં હલ્લાબોલ, પોલીસ આવતા મામલો થાળે પડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!