Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ સામાજિક સમરસતા સમિતિની મહાયજ્ઞના આયોજન માટેની બેઠક મળી

Share

–    નવેમ્બર મહિનામાં સામાજિક સમરસતા દિપાવલી સ્નેહ મિલન અને ડિસેમ્બર મહિનામાં સામાજિક સમરસતા મહાયજ્ઞ કરવામાં આવશે

Advertisement

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

સામાજિક સમરસતા સમિતિ વિરમગામ તાલુકા દ્વારા આગામી સમયમાં સામાજિક સમરસતા મહાયજ્ઞ કરવામાં આવનાર છે. જેની પુર્વ તૈયારીઓની વિચારણા કરવા માટે વિરમગામના ઐતિહાસીક ગેગડી હનુમાનજી મંદિરના પ્રાંગણમાં વિરમગામ તાલુકાની સામાજિક સમરસતા સમિતિની વિસ્તૃત બેઠક મળી હતી. આ બેઠકમાં સામાજિક સમરસતા મહાયજ્ઞ, દિપાવલી સ્નેહ મિલન સહિતના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સામાજિક સમરસતા સમિતિ વિરમગામ તાલુકાની બેઠકમાં સુરેન્દ્રનગર વિભાગના વિભાગ પ્રચારક કેશવભાઇ આણેરાવ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં સામાજિક સમરસતા સમિતિ વિરમગામના સંયોજક ભુપેન્દ્રભાઇ પટેલ, હરિવંશભાઇ શુક્લ, દિલીપભાઇ ધાધલ, ચન્દ્રકાંતભાઇ રાઠોડ, પુંજાભાઇ મારવાડી, રવિભાઇ, પોલાભાઇ, કાન્તિભાઇ ઠાકોર, યજ્ઞેશભાઇ દલવાડી, દિલીપભાઇ મકવાણા સહિત મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, સામાજિક સમરસતા સમિતિ વિરમગામ દ્વારા નવેમ્બર મહિનામાં સામાજિક સમરસતા દિપાવલી સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવનાર છે અને ડિસેમ્બર મહિનામાં સામાજિક સમરસતા મહાયજ્ઞ કરવામાં આવનાર છે, જેમાં સમસ્ત હિન્દ સમાજ સહભાગી બનશે. ગેગડી હનુમાનજી મંદિર ખાતે સામાજિક સમરસતા સમિતિ વિરમગામની બેઠક માટે ઋષીભાઇ દવે દ્વારા જરૂરી વ્યવસ્થાની કાળજી રાખવામાં આવી હતી.


Share

Related posts

અંકલેશ્વરમાં ઇનરવ્હીલ ક્લબ ઓફ દ્વારા બ્રાન્ડિંગનાં બેનર લગાવાયા.

ProudOfGujarat

આદિવાસી લોકોને સિંચાઇ પાણી આપવા માટે દેડિયાપાડાના ધારાસભ્ય એ તિરંગા યાત્રા શરૂ કરી.

ProudOfGujarat

પાટણમાં પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા ત્રણ ઈસમો 20 ફીરકી સાથે ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!