– રુપીયા ૨૦ લાખના ખર્ચે “એજ્યુકેશનલ ટોયઝ” જિલ્લાના કુલ ૧૨ ઘટકોના ૧૦૦ જેટલા આંગણવાડી કેન્દ્ર માટે કીટ તૈયાર કરાઇ
ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા
અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકોનો શારીરિક, માનસિક, બૌધ્ધિક અને સામાજિક વિકાસ થાય એ માટે રુપીયા ૨૦ લાખના ખર્ચે “એજ્યુકેશનલ ટોયઝ”(શૈક્ષણિક રમકડાં) જિલ્લાના કુલ ૧૨ ઘટકોના ૧૦૦ જેટલા આંગણવાડી કેન્દ્રમાં ૧ કીટ અંદાજીત ૨૦૦૦૦ રુપીયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. જેનુ “બાળાર્પણ” કરવાના અનુસંધાને અમદાવાદ જિલ્લાના કાવિઠા-રજોડા અને સાલજડા ગામે બાળ વિકાસલક્ષી કાર્યક્રમનુ ઉદ્ઘાટન અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પ્રોગ્રામ ઓફીસર એન.એલ.રાઠોડ, બાવળા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ચેતનસિંહ ગોહીલ, સીડીપીઓ જયશ્રીબેન સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.