– ગોપાલ દુધરેજીયાની લાઇટ વોકલ ઇન્ડીયાન ઇવેન્ટમાં પસંદગી કરવામાં આવી
– વિરમગામ પંથકના ગોપાલ દુધરેજીયા આંતર રાષ્ટ્રીય કલાકાર તરીકે ખ્તાતી ધરાવે છે
ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા
પશ્ચિમ વિભાગીય આંતર યુનિવર્સિટી યુવક મહોત્સવનું તારીખઃ-૧૯/૧૨/૧૮ થી ૨૩/૧૨/૧૮ દરમ્યાન સાવિત્રીબાઇ ફુલે પૂણે યુનિવર્સિટી ખાતે યોજાનાર છે. પશ્ચિમ વિભાગીય આંતર યુનિવર્સિટી યુવક મહોત્સવની ટીમ પસંદગી સમીતીએ ગુજરાત યુનિવર્સિટીની ટીમની સંખ્યા મર્યાદાને ધ્યાનમાં લઇ ગુજરાત યુનિવર્સિટી આંતર વિભાગીય યુવક મહોત્સવ ૨૦૧૮માં વિરમગામની ડીસીએમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગોપાલ દુધરેજીયાની લાઇટ વોકલ ઇન્ડીયાન ઇવેન્ટમાં પસંદગી કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિરમગામ તાલુકાના ખુડદ ગામના વતની ગોપાલ દુધરેજીયા (સાધુ) વિરમગામની ડીસીએમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે. વિરમગામ પંથકમાં ગોવિંદ ગોપાલની જોડી સંતવાણી સહિતના કાર્યક્રમો માટે જાણીતી છે. ગોપાલ દુધરેજીયા પોતાના મધુરસ અવાજથી અને ગોવિંદ દુઘરેજીયા તબલાના તાલથી લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.