Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામમાં સૃષ્ટીના સર્જનહાર ભગવાન વિશ્વકર્માના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે

Share

–    શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા ભગવાન વિશ્વકર્માનુ મંદિર બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી

Advertisement

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

સૃષ્ટીના સર્જનહાર ભગવાન વિશ્વકર્માએ કરેલા નિર્માણને બેજોડ માનવામાં આવે છે અને વિવિધ ઓજારોના નિર્માતા પણ ભગવાન વિશ્વકર્માને માનવામાં આવે છે. શિલ્પ અને વાસ્તુશાસ્ત્રના દેવતા માનવામાં આવતા ભગવાન વિશ્વકર્માને બાંધકામ કરતા પહેલા ગણપતિની સાથે આહવાન કરવામાં આવે છે. શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વાર વિરમગામ ખાતે ભગવાન વિશ્વકર્માના નુતન મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. વિરમગામ શહેર સહિત આસપાસના વિસ્તારના ગજ્જર સુથાર જ્ઞાતિના લોકો દ્વારા ભગવાન વિશ્વકર્માના નુતન મંદિરના નિર્માણ કાર્યમાં આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે. શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળના પ્રમુખ રસીકભાઇ જાદવાણી, ઉપ પ્રમુખ અરવિંદભાઇ મિસ્ત્રી, જીતેન્દ્ર ગજ્જર, સંજય ગજ્જર, પ્રાણજીવનભાઇ ગજ્જર, પ્રવીણભાઈ વડગામા સહિત જ્ઞાતિના આગેવાનો દ્વારા ભગવાન વિશ્વકર્માના નુતન મંદિરના નિર્માણ માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભગવાન વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે. વિશ્વકર્મા પુરાણનું પઠન, પાઠન પણ પુણ્યકારક મનાય છે. વિશ્વકર્મા વૈદિક દેવતાના રૂપમાં માન્ય છે,પરંતુ તેમનું પૌરાણિક સ્વરૂપ અલગ પ્રતીત થાય છે. સૃષ્ટિના પ્રારંભ કાળથી જ વિશ્વકર્મા તરફ સન્માનનો ભાવ રહ્યો છે. તેમને ગૃહસ્થ જેવી સંસ્થાઓ માટે આવશ્યક સુવિધાઓના કારક અને પ્રવર્તક માનવામાં આવે છે.


Share

Related posts

દસ્ક્રોઈ તાલુકાના સીંગરવા ખાતે રૂ. 75 કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સરકારી હોસ્પિટલનું ગ્રહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ કરાયું…

ProudOfGujarat

ભરૂચ નજીક થી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રાત્રીના સમયે ચરસનો જથ્થો ઝડપાયો.ડ્રગ માફિયાનો કાશ્મીર અને મુંબઈ સાથેનું ભરૂચનું નેટવર્ક ફરી એક વાર સપાટી પર …

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં આવેલા સુખી ડેમ ખાતે એન.ડી.આર.એફ દ્વારા મોકડ્રિલ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!