Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડાપ્રધાનને પત્ર લખી ઐતિહાસીક વિરમગામ શહેરનો સ્માર્ટ સીટી જેવો વિકાસ કરવા રજુઆત કરાઇ

Share

રિપોર્ટર-પીયૂષ ગજ્જર,વિરમગામ

 ભાજપ સરકાર દ્વારા ઐતિહાસીક વિરમગામનો સ્માર્ટ સીટી જેવો વિકાસ કરવામાં આવે તેવુ નગરજનો ઇચ્છી રહ્યા છે
      અમદાવાદ જિલ્લાનું તાલુકા મથક અને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર સમા એક સમયના ‘વાયા વિરમગામ’ને કેટલાકે નેતાઓ બાયપાસ વિરમગામમાં પરિવર્તન કરી ચૂક્યા છે. ઐતિહાસિક શહેર વિરમગામે સ્વતંત્ર આંદોલન અને સત્યાગ્રહમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આઝાદીના ૭૦ વર્ષો બાદ પણ શહેરની પ્રજાને ઠાલાં વચનો સિવાય કાંઈ જ મળ્યું નથી. અનેક ધારાસભ્યો અને સાંસદો અહીં આવ્યા અને ચાલ્યા પણ ગયા, પરંતુ વિરમગામ શહેરનો કાંઈ જ વિકાસ દેખાઈ રહ્યો નથી. વર્ષો બાદ પણ ગામ જૈસે થે તૈસે થેની પરિસ્થિતિમાં વિકાસની રાહ જોઈ રહ્યું છે અને વિરમગામ દિવસે ને દિવસે વિકાસ વગર પછડાટ ખાઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના એક સમયનું ‘વાયા વિરમગામ’ કહેવાતું વિરમગામ શહેર ‘બાયપાસ વિરમગામ’ બની ગયુ છે. સાણંદ નેનો સીટી અને બહુચરાજી મારૂતિ ને અડીને આવેલું વાયા વિરમગામ હાલ નર્કાગાર સીટી બની ચુક્યું છે. સ્થાનીક યુવાનોને રોજગારી પ્રશ્ન પણ વિકટ બની રહ્યો છે. તેવી રજુઆતઅમદાવાદ જિલ્લા મિડીયા ક્લબના પ્રમુખ પીયૂષ ગજ્જર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરવામાં આવી છે. વડાપ્રધાન સુધી પત્ર પહોચાડવા માટે પ્રાન્ત ઓફીસ વિરમગામમાં પત્ર આપવામાં આવ્યો હતો.
        વડા પ્રધાનને લખવામાં આવેલ પત્રમાં જણાવ્યા મુજબ, વિરમગામ શહેર અને પંથકમાં છેલ્લા ઘણા સમયથી વિરમગામ જિલ્લો બનશે એવી ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ચોરે ને ચૌટે એ વિરમગામના વિકાસની વાતો વાગોળતા હોય છે અને છેલ્લે શહેરના ભુત અને ભવિષ્ય જોતાં અહીં ઐતિહાસિક દરવાજાઓ છે, પણ બંધ થતાં નથી, કોટ છે પણ ઇંટો નથી. રસ્તા છે, પણ ઉત્તમ રોડ નથી. ગટર છે પરંતુ યોજનાબદ્ધ નથી, બાગબગીચા છે પણ હરિયાળો નથી અને છેલ્લે ગામ છે પણ પૂરતો વિકાસ નથી. આપ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે વિરમગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સારી હતી પરંતુ આપના ગયા પછી વિરમગામ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતિ દિવસેને દિવસે વધુ કથળતી રહી છે. વિરમગામની જનતા હવે માત્ર આપની પાસે જ વિરમગામના અચ્છે દિનની અપેક્ષા રાખીને બેઠા છે અને ભાજપ સરકાર દ્વારા ઐતિહાસીક વિરમગામનો સ્માર્ટ સીટી જેવો વિકાસ કરવામાં આવે તેવુ નગરજનો ઇચ્છી રહ્યા છે.
Advertisement

Share

Related posts

છોટાઉદેપુરનાં ખાણ ખનીજની લીઝો પર કુલમુખત્યાર રદ્દ કરવામાં આવેલ છે. 

ProudOfGujarat

ભરૂચ : કસક ગરનાળાને આગામી 15 દિવસ સુધી રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી બંધ રખાશે.

ProudOfGujarat

રાજપીપળમાં NRC – CAB ના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા સ્વયંભુ બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!