Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિશેષ અહેવાલ આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી ની 150 જન્મજયંતિ વિરમગામ સાથે મહાત્મા ગાંઘીજી

Share

●ભારત પ્રવેશતાં જ ગાંઘીજીએ વિરમગામ ની જકાત રદ કરાવી હતી.
યોગાનુયોગે વિરમગામ નુ રેલવે સ્ટેશન પણ ગાંઘીજી ની અહિંસક ચળવળ માટે નિમિત બન્યું હતું.
    વિરમગામ રેલવેસટેશન પણ જાણે-અજાણે તેમના મનમાં અંગ્રેજો સામેની અહિંસક ચળવળ ના બીજ રોપાયા હતા
●વિશેષ અહેવાલ-પીયૂષ ગજ્જર,વિરમગામ
કાઠિયાવાડમાં પ્રવેશતાની સાથે જ ગાંધીજીએ પરંપરાગત પોશાકમાં આવી ગયા પીટરમેરીટ્ઝબર્ગ ના રેલવે સ્ટેશનો ગાંધીજીના જીવનમાં મહત્વનો ભાગ હતો પરંતુ વિરમગામ રેલવેસટેશન પણ જાણે-અજાણે તેમના મનમાં અંગ્રેજો સામેની અહિંસક ચળવળ ના બીજ રોપાયા હતા
●મહાત્મા ગાંધી જન્મજયંતિ વિશેષ
 ●અહેવાલ-પીયૂષ ગજ્જર,વિરમગામ
આફ્રિકાથી 1914 ના જુલાઈ મહિનામાં રવાના થયા પછી વાયા ઈંગ્લેન્ડ થઈને ગાંધીજીએ નવમી જાન્યુઆરીએ મુંબઈ આવી પહોંચ્યા હતાં. અહીં આગેવાનો-સગા-સબંધીઓ સાથે મિલન-મુલાકાત પતાવી 15 મી જાન્યુઆરીએ રાતે ગાંધીજી ટ્રેન દ્વારા અમદાવાદ આવવા નીકળ્યા હતાં. રસ્તામાં પ્રવાસ દરમિયાન અગવડ ન પડે એટલા માટે ગાંધીજીએ અને આઠ-દસ આનાની કાશ્મીરી ટોપી પહેરી હતી. ગુજરાતમાં પ્રવેશ્યા પછી તેમણે પહેલુ રોકાણ મહેમદાબાદ સ્ટેશન કર્યું હતું અહીં તેમની રેલગાડી ઉભી રહી એટલી વાર તેમણે મળવા આવેલા લોકોને સમય આપ્યો હતો નડિયાદમાં આવેલા હિન્દુ અનાથાઆશ્રમના મંત્રી પણ ગાંધીજીને મળવા અહીં આવ્યા હતાં. આ અંગે માહિતી આપી હતી દુર્ભાગ્યે મહેમદાવાદ રેલવે સ્ટેશને તેની કોઈ યાદગીરી સાચવી શકાઈ નથી નથી.
 રેલવે સફરમાં આગળ વધતા વધતા તેઓ વિરમગામ-વઢવાણ પહોંચ્યા. ત્યારે આ પંથકમાં રોગચાળો હતો એ વખતે ગાંધીજીને જરા જરા કળતર(તાવ) લાગતી હતી અમલદારે તેમની તપાસ કરી અને નામ નોંધીને કહ્યું કે રાજકોટમાં દાક્તરને મળજો. આગળ વધતા ગાડી પહોંચી વઢવાણ અહીંના આગેવાન મોતીભાઈ દરજી ગાંધીજીને મળ્યાં તેમણે જણાવ્યુ કે વિરમગામમાં અંગ્રેજોની જકાતનો ભારે ત્રાસ છે બહારથી આવતી ગાડીઓ વિરમગામ જંક્શને પ્રવેશે એ સાથે મુસાફરોના સામાનની મનફાવે એ રીતે ઝડતી લેવામાં આવતી હતી ગાંધીજી વાત કરી શકે તેમ નહોતા છતાં પણ અન્યાયની વાત સાંભળીને તેમને ઘટતું કરવા ખાતરી આપી હતી.આફ્રીકા મા પિટરમેરિત્ઝબર્ગના સ્ટેશને ગાંઘીજી સાથે અન્યાય થયો હતો ત્યારે તેમણે લડી લેવાનો નિર્ઘાર કર્યો હતો એ ઘટનાના 22 વર્ષ પછી ભારત પણ ગાંધીજીએ ભારતમાં ચાલી રહેલી અંગ્રેજોની દાદાગીરીની ફરિયાદ મળી હતી અહીં જ તેમને લડતનો મનોમન નિર્ધાર કર્યો હતો
 સત્યાગ્રહ સર્વોપરી શસ્ત્ર છે દરમિયાન 1915 ની 12 મી ડિસેમ્બરે ગાંધીજી કાઠિયાવાડના પ્રવાસમાં બગસરા પહોંચ્યા હતાં બગસરાના પ્રજાજનોએ ગાંધીજીને માં માનપાત્ર આપ્યું હતું તેના જવાબમાં ગાંધીજીએ કહ્યુ હતું. કે હવે હું વિરમગામનું જકાતનામુ રદ કરાવવા મારાથી બનતો પ્રયત્ન કરીશ. બગસરામાં તેમણે સત્યાગ્રહની ધમકી આપી હતી એ વાતની જાણ મુંબઈ રાજ્યના સેક્રેટરીને થઈ એ સેક્રેટરી એ પછી ગાંધીજીને મળ્યાં તેમણે પુછ્યું  તમે સત્યાગ્રહની વાત કરો છો પણ આ બળવાન સરકાર સામે સત્યાગ્રહ અસરકારક સાબિત થશે ? તેનો જવાબ આપતા ગાંધીજીએ કહ્યુ હતું અંગ્રેજ સરકાર શક્તિમાન છે એ વિશે મને શંકા નથી પણ સત્યાગ્રહ સર્વોપરી શસ્ત્ર છે એ વિશે મને શંકા નથી .,થોડા સમય પછી ગાંધીજીએ મુંબઈના અને મળવાનું થયું હતું ત્યારે તેમણે વિરમગામની જકાતની વાત કરી વાઇસરોયે કહ્યું કે મને તો આ વાતની ખબર જ નથી એ કરી તેમણે તુરંત વિરમગામના કાગળિયા મંગાવ્યા અને થોડા વખતમાં જ બાર વરસથી ચાલતી અને વિરમગામ કસ્ટમ કોર્ટન ઓળખાતી જકાત પ્રથા રદ કરાવી દીધી હતી એ ગાંધીજીએ સફળતા વિરમગામના આ નાના એવા સત્યાગ્રહમાં મળી હતી. ગાંધીજીએ પણ એ સફળતાને હિંદમાં પોતાની પહેલી અને પાયારૃપ જીત ગણાવી હતી.
●કાઠિયાવાડમાં પ્રવેશતાની સાથે જ ગાંધીજીએ પરંપરાગત પોશાકમાં આવી ગયા પીટરમેરીટ્ઝબર્ગ ના રેલવે સ્ટેશનો ગાંધીજીના જીવનમાં મહત્વનો ભાગ હતો પરંતુ વિરમગામ રેલવેસટેશન પણ જાણે-અજાણે તેમના મનમાં અંગ્રેજો સામેની અહિંસક ચળવળ ના બીજ રોપાયા હતા
●ગાંધીજીનો સત્યાગ્રહ અંગેનો સિદ્ધાંત
        ગાંધીજીના નેતૃત્વ નીચે લડાયેલ તમામ લડતો અહિંસક હતી.અહિંસા અંગેના ગાંધીજીના વિચારો ઇ.સ.1915 પહેલાં ઘડાઇ ચૂક્યા હતા.ઉપર જોયું તે પ્રમાણે દક્ષિણ આફ્રીકામાં હિંદીઓના અઘિકારો માટે તેમણે ત્યાંની ગોરી સરકાર સામે અહિંસક સત્યાગ્રહ કરી તેને મૂંઝવણમાં મૂકી દીધી હતી.આ લડતમાંથી ગાંધીજી ઘણુ શીખ્યા અને ઘડાયા હતા.સત્યાગ્રહ અંગે તેમનો સિધ્ધાંત એવો હતો કે,કોઇ પણ લડત ઉપાડતાં પહેલાં એ અંગેની બધી જ બાબતો ઝીણવટપૂર્વક તપાસવી જોઇએ અને લડત સંપૂર્ણપણે ન્યાયી છે કે નહિ તેની પણ ચકાસણી કરવી જોઇએ.તેમાં લાગણીના પ્રવાહને બદલે લાંબા ગાળાની યોજના હોવી જોઇએ. આપણી લડત સાચી છે તેની ચોક્કસ રીતે પ્રતીતિ થાય એટલે લડતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા ગમે તેટલું સહન કરવું પડે તે સહન કરવાની તૈયારી હોવી જોઇએ.
(ગાંઘીજી નો ભારત પ્રવાસ-ઈતિહાસ માંથી)
આલેખન-પીયૂષ ગજ્જર,વિરમગામ
ગજ્જર ન્યૂઝ & એડ એજન્સી,વિરમગામ.

Share

Related posts

કેરળનું નામ બદલાશે, વિધાનસભામાંથી પાસ થયો પ્રસ્તાવ, આ હશે નવું નામ

ProudOfGujarat

ઝઘડિયાના દુમાલા વાઘપુરા ગામે આર.ટી.આઇ હેઠળ સમયસર માહિતી ન અપાતા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

વડોદરા : સમિતિ સભાખંડ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!