વિરમગામ તાલુકાના કમીજલા ખાતે સદગુરુ શ્રી ભાણસાહેબ સમાઘિસ્થળ જગ્યા ભાણતીર્થ ખાતે અગાઉ પૂજ્ય મોરારી બાપુ દ્વારા યોજાયેલ ” માનસ રઘુવંશ ” રામ કથા ના પ્રસાદ અને ખાતાઓના દાનથી નિર્માણ પામેલ સંત શ્રી ભાણસાહેબ ભંડાર અને શ્રીમતી જશોદા બેન જયંતીલાલ ઠકકર બહુચરાજી વાળા સદગુરુ સદન નુ ઉદ્ઘાટન પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુ અને અન્ય સંતો મહંતો ના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગ્રામ્ય સંસ્કૃતિ ની ઝાંખી આપતો નળકાંઠાના કઠેચી નો ભક્તિ નૃત્ય કાર્યક્રમ યોજાયો હતો.ભાણસાહેબ જગ્યા ભાણતીર્થ ના મહંત શ્રી જાનકીદાસ બાપુ એ સર્વે સંતો ના પરીચય આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના મા અખિલ ભારતીય લોહાણા મહાપરીષદ પ્રવિણ કોટક ,ઉતર ગુજરાત લોહાણા મહાજન પ્રમુખ વિનોદભાઇ એસ ઠક્કર ,અમદાવાદ ના વિનોદ ગોકલાણી નરેશ ઠકકર,પોપટ ઠક્કર કથાના મુખ્ય યજમાન, રાજકીય નેતાઓમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રુપાલા,રજની પટેલ,સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સાયલાના સંત દુર્ગાદાસજી ,વિરમગામ રામ મહેલ મંદિરના મહંત રામકુમારદાસજી,જાણીતા સાહિત્યકાર માયાભાઇ આહીર જગદીશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંતશ્રી મોરારીબાપુ એ જગ્યાની જીવંતતા વિશે જણાવ્યું હતું અને માત્ર પોતાના સમાજ સિવાય અન્ય જરૂરીયાત મંદ લોકોને મદદ કરે તેને શ્રેષ્ઠ કહેવાય તેમ જણાવ્યું હતું. અને આ માટે રઘુવંશી ઓને બિરદાવ્યા હતા.ઉલ્લેખનીય આ અગાઉ વિરમગામ ના કમીજલા મા સંત ભાણસાહેબની જગ્યા ભાણતીર્થ ને કથાકાર પૂજ્ય મોરારી બાપુ ના હસ્તે એવોર્ડ આપવામા આવ્યા હતા. મોરારીબાપુ ના હસ્તે ભાણસાહેબની જગ્યા મહંત શ્રી જાનકીદાસ બાપુને પૂજ્ય ઘ્યાનસ્વામી બાપા એવોર્ડ-8 ,પ્રતિનિઘિ ને તિલક,સ્મૃતિચિન્હ એવોર્ડ ઉપરાંત રૂ.1.25 એવોર્ડ રાશી તરીકે સેંજળઘામ ખાતેથી આપવામાં આવ્યાં હતો.