Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વિરમગામ શહેરમાં નગરપાલિકાના લગતા વિવિઘ પ્રશ્નો રજુઆત કર્યા બાદ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતાં યુવા શક્તિ ગૃપ ના સભ્યો એ શરૂ કર્યા આમરણાંત ઉપવાસ આંદોલન..

Share

 

વિરમગામ શહેરમાં નગરપાલિકાના લગતા વિવિઘ પ્રશ્નો રજુઆત કર્યા બાદ કોઇ પગલા ન ભરાતાં યુવા શક્તિ ગૃપ ના સભ્યો એ શરૂ કર્યા આમરણાંત ઉપવાસ આંદોલન..

Advertisement

15 દિવસ પહેલા વિરમગામ શહેરમાં નગરપાલિકાના વિસ્તારને લગતી વિવિઘ સમસ્યાઓ ને લઇને વિરમગામ યુવા શક્તિ ગૃપ દ્વારા વિરમગામ મામલતદાર અને ચીફ ઓફિસર આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમા વિરમગામ ના રોડ રસ્તા અને પેવરબ્લોક
કામગીરીમાં મુલ્યાંકન અને મોનટરીંગ કરવામાં આવે,વિરમગામ શહેરના શહિદ બાગ ના રિનોવેશન માટે અસંખ્ય ગ્રાન્ટો ફાળવવામાં આવી છે જેને વહેલી તકે સુશોભિત કરવામાં આવે,વિરમગામ શહેરની ખુલ્લી વરસાદી ગટર ગંદકી સાફ કરાવવામાં આવે છે, શહેરમા પે એન્ડ યુઝ જાહેર શૌચાલય ચાલુ કરાવવામાં આવે ,શહેરના ભરવાડી દરવાજા,પાન ચકલા,ચોક્સી બજાર સહિત ઉભરાતી ભૂગર્ભ ગટર ના દૂષિત પાણી રસ્તા પર ફરીવળતા ભારે હાલાકી ભોગવવી પડે છે જે સમસ્યાઓ દૂર કરવી,ઐતિહાસિક ગંગાસર તળાવમાં ઘણા સમયથી જંગલી વેલ ઉગી નીકળી છે.જેને દૂર કરવી,વિરમગામ શહેરના ટાવર ની હાલત જર્જરીત છે. તેને સમારકામ કરી ઘડીયાળ
નુ કામ કરાવવું. ઉપયુક્ત સમસ્યાઓને દિવસ 15 બાદ પણ નિકાલ કરવામાં નહીં આવતા ધા છુટકે નગરપાલિકાના નઘરોળ તંત્ર સામે વિરમગામ યુવા શક્તિ ગૃપ દ્વારા ના 10  વઘુ  લોકો વિરમગામ તાલુકા સેવાસદન કચેરી બહાર અચોક્કસ આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

દલિત આગેવાન કીરીટ રાઠોડ, મુર્તઝા પટેલ,મહંમદ બાપુ દિવાન,પ્રતિક ડગલી, ભાવેશ સોલંકી,સતીષ ઠાકોર,વિજયસિંહ ચાવડા  અનીલ ભરવાડ, સહિતના સભ્યો આજરોજ 12 માર્ચ ના રોજ તાલુકા સેવાસદન ખાતે અચોક્કસ મુદત ના ઉપવાસ આંદોલન બેઠા છે.ઉપવાસ દરમિયાન વિરમગામ ના પ્રબુદ્ધ નાગરીકો સહિત રામમહેલ મંદિર ના મહંત રામકુમારદાસજી ઉપવાસીઓ ની મુલાકત લીઘી હતી.

:-પીયૂષ ગજ્જર વિરમગામ.


Share

Related posts

લીંબડી કોંગ્રેસે ન.પા ના પ્રમુખે વધારેલ ભાવ બાબતે ડેપ્યુટી કલેક્ટર અને ચિફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

લીંબડી હાઈવે પર એસ.ટી અને પોલીસની ટ્રાફિક ડ્રાઈવ કરીને 8 વાહનો ડિટેઈન કરતા અડીંગો જમાવી બેઠેલા ખાનગી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો.

ProudOfGujarat

રેત માફિયાના કારનામા-ઝઘડિયા તાલુકાના રસ્તાઓ ઉપર ગેરકાયદેસર રેતીના ઢગલા કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા સાંસદની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!