Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વિરમગામ નજીક વડલા ગામે શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ સુઘારણા મંડળ આયોજીત મહાસંમેલન યોજાયુ.

Share

(પીયૂષ ગજ્જર વિરમગામ)

146 ગામો ના આશરે 10,000 થી વઘુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, 

Advertisement
 
સમાજની સેવા
કરનાર અને પૂર્વ ઘારાસભ્ય અને હાલના એપીએમસી વિરમગામ ના ચેરમેન
પ્રેમજીભાઈ વડલાણી ને સમાજ રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

વિરમગામ નજીક લખતર તાલુકા ના વડલા ગામ ખાતે શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ
સમાજ સુઘારણા મંડળ આયોજીત મહા સંમેલન નુ આયોજન કરવામાં આવ્યું હતુ..આજરોજ
સવારે 11 કલાકે વિરમગામ,સાણંદ-બાવળા,લીંમડી,પાડી-દસાડા વિઘાનસભા વિસ્તારના તળપદા કોળી પટેલ સમાજ નું સામાજીક અને રાજકીય મહાસંમેલન નુ
આયોજન કરવામાં આવ્યું છે.સંમેલન નો શુભારંભ દિપપ્રાગટ્ય થી કરવામાં આવ્યો હતો.ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવી હતી.આ
સંમેલન મા કોળી  સમાજ રાજકીય ઘારાસભ્ય
-સાસંદ સહિત આગેવાનો નું શાલ અને ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. વઘુમાં કમીજલા ભાણસાહેબ જગ્યાના મહંત જાનકીદાસ મહારાજ તેમજ ભારતી આશ્રમ ના પ.પૂજ્ય આચાર્યશ્રી ત્રુષિભારતીજી મહારાજ નું સન્માન કરી સંતોએ આશીર્વચન આપ્યાં હતાં.સંમેલનના મુખ્ય અઘ્યક્ષ અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રમુખ
કુંવરજી બાવળીયા, રાજ્યસભના દંડક અને સાંસદ શંકરભાઇ વેગડ ,ઘારાસભ્ય સોમાભાઇ પટેલ,પ્રેમજી ભાઇ વડલાણી,સાણંદ ના ઘારાસભ્ય કનુભાઇ કો.પટેલ,
પૂર્વ ઘારાસભ્ય લાલજીભાઇ મેર,કોળી સેના પ્રમુખ કાળુભાઇ ડાબી, પૂર્વ ઘારાસભ્ય કરમશીભાઇ કોળી પટેલ,સહિતના  મોટી સંખ્યામાં કોળી સમાજ લોકો
ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ -નળકાંઠા સહિતના પંથકના વર્ષોથી સમાજની સેવા
કરનાર અને પૂર્વ ઘારાસભ્ય અને હાલના એપીએમસી વિરમગામ ના ચેરમેન પ્રેમજીભાઈ વડલાણી ને સમાજ રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.આ 14 મું
 સંમેલન યોજાયું હતુ.સંમેલન નો હેતુ સમાજ મા એકતા અને શિક્ષિત અને સંગઠિત બને તે હેતુ થી યોજવામાં આવ્યો હતો. આ મહાસંમેલનમાં -કમીજલા-48,માણકોલ-24 ,ઝાંપ-24 રાણાગઢ-52 તળપદા કોળી પટેલ સમાજ ના પ્રમુખ સહિત હોદ્દેદારો રામજીભાઈ કો. પટેલ,વીરજીભાઇ કો.પટેલ,બોઘાભાઇ કો.પટેલ, છગનભાઇ કોળી પટેલ સહિતના દ્રારા આ મહાસંમેલન નુ આયોજન કરવામાં આવ્યું હતુ આશરે 10 હજાર થી વઘુ લોકો આ સંમેલન ઉપસ્થિત
રહ્યા હતા.


Share

Related posts

મેસરાડ ની ખેતી ની સીમમાં પાણી ભરાતા ડે. સી.એમ ને રજુઆત

ProudOfGujarat

ભરૂચ જિલ્લા  પંચાયતની અનુસૂચિત જાતિ  સમાજ કલ્યાણ શાખા અને વાલિયા તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ડો.બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મ જ્યંતિની ઉજવણી કરવારમાં આવી હતી 

ProudOfGujarat

અંકલેશ્વર મુકામે માતૃપૂજન, રામેલિયા ક્રિયેટીવ લર્નિંગ સેન્ટર, પ્રજ્ઞા કાઉન્સેલિંગ સેન્ટર અને મહિલા ઉધોગ સાહસિકતા કેન્દ્રનો શુભારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!