Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામ શહેરમાં રોડ-રસ્તા,ગટર, જાહેર શૌચાલય સહિત ની સમસ્યાઓ ને લઇને યુવા શક્તિ ગૃપ દ્વારા 12 માર્ચથી અચોક્કસ મુદત ના ઉપવાસ આંદોલન…

Share

પ્રશ્નો ના નિરાકરણ માટે યુવા શક્તિ ગૃપ દ્વારા ગત 26 ફેબ્રુઆરી ના રોજ વિરમગામ મામલતદાર અને ચીફ ઓફિસર આવેદન પત્ર પાઠવ્યું હતું.

વિરમગામ શહેરમાં નગરપાલિકાના વિસ્તારને લગતી વિવિઘ સમસ્યાઓ ને લઇને વિરમગામ યુવા શક્તિ ગૃપ દ્વારા વિરમગામ મામલતદાર અને ચીફ ઓફિસર આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમા વિરમગામ ના રોડ રસ્તા અને પેવરબ્લોક કામગીરીમાં મુલ્યાંકન અને મોનટરીંગ કરવામાં આવે,વિરમગામ શહેરના શહિદ બાગ ના રિનોવેશન માટે અસંખ્ય ગ્રાન્ટો ફાળવવામાં આવી છે જેને વહેલી તકે સુશોભિત કરવામાં આવે,વિરમગામ શહેરની ખુલ્લી વરસાદી ગટર ગંદકી સાફ કરાવવામાં આવે છે, શહેરમા પે એન્ડ યુઝ જાહેર શૌચાલય ચાલુ કરાવવામાં આવે ,શહેરના ભરવાડી દરવાજા,પાન ચકલા,ચોક્સી બજાર સહિત ઉભરાતી ભૂગર્ભ ગટર ના દૂષિત પાણી રસ્તા પર ફરીવળતા ભારે હાલાકી ભોગવવી પડે છે જે સમસ્યાઓ દૂર કરવી,ઐતિહાસિક ગંગાસર તળાવમાં ઘણા સમયથી જંગલી વેલ ઉગી નીકળી છે.જેને દૂર કરવી,વિરમગામ શહેરના ટાવર ની હાલત જર્જરીત છે. તેને સમારકામ કરી ઘડીયાળ નુ કામ કરાવવું. ઉપયુક્ત સમસ્યાઓને દિવસ 15 સુઘીમાં નિકાલ કરવામાં નહીં આવે તો આગામી 12 માર્ચ ના રોજ યુવા શક્તિ ગૃપ ના 200 સભ્યો તાલુકા સેવા સદન બહાર અચોક્કસ મુદત ના ઉપવાસ પર બેસવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસર,કાઉન્સિલરોને રહશે.સહિત ની રજુઆત સાથે વિરમગામ યુવા શક્તિ ગૃપ ના ગૌરવ શાહ,આશીષ ગુપ્તા,આરીફ સંઘી,મહંહદ બાપુ દિવાન,રણછોડ જાદવ,અનીલ ભરવાડ,દર્શન ઠક્કર,ભાવેશ સોલંકી,દિગેશ પુજારા સહિત ના સભ્યો એ વિરમગામ મામલતદાર અને ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવ્યું હતું.જેને લઇને કોઇ કાર્યવાહી ન કરતાં વિરમગામ યુવા શક્તિ ગૃપ દ્વારા આગામી 12 માર્ચ ના રોજ તાલુકા સેવાસદન ખાતે અચોક્કસ મુદત ના ઉપવાસ આંદોદન પર બેસવાના છે.જેને ઉપવાસ આંદોલન ઘરણા ને વિરમગામ કરણીસેના,ઠાકોર સમાજ ,દલિત સમાજ,પરશુરામ સેના સહિત ના ઓએ ઉપવાસ આંદોલન ને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો.

Advertisement

:-પીયૂષ ગજ્જર વિરમગામ.


Share

Related posts

રાજપારડી નજીક મોટરસાયકલ પર લઇ જવાતા વિદેશી દારૂ સાથે એકની અટકાયત.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રાજ્યમાં પ્રથમવાર 454 વિધવા સહાય મંજૂરીના સર્ફિંફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

કરજણ તાલુકાનાં કોલીયાદ ગામમાં આવેલી તળાવડીમાં એક જ પરિવારનાં ત્રણ કિશોરો ડૂબી જતા ભારે હાહાકાર મચી જવા પામ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!