Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલ માં ડોક્ટરો અને અઘિકારી ની લાલીયાવાડી બેદરકારી થી દર્દીઓ ને પડતી હાલાકી ને લઇને વિરમગામ પત્રકાર સંઘ દ્રારા મુખ્યમંત્રી ને લેખિત મા રજુઆત કરાઇ.

Share

(પીયુષ ગજ્જર, વિરમગામ)
 
વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ડોક્ટરો અને વહીવટી અઘિકારીની બેદરકારી ને લઇને દર્દી ઓ અને અરજદારો દ્રારા અનેકવાર લેખિત મૌખિક રજુઆત કરવા છતાં કોઇ નક્કર પગલાં ભરાયા નથી. જેને લઇને લોકશાહી ની ચોથી જાગીર પત્રકારો એ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારી સહિત રાજ્યના મુખ્યમંત્રી ને લેખિત મા રજુઆત કરાઇ હતી. જેમા જણાવ્યુ હતું કે વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં રાજ્યના સરકાર ની વિવિઘ યોજના હેઠળ કાર્યરત છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અમુક ડોક્ટરો ના કારણે વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને રાજ્ય સરકાર ની છબી ખરડાય છે.ગાંઘી હોસ્પિટલમાં આશરે એકાદ વર્ષ થી ફરજ બજાવતા મેડીકલ ઓફીસર ડો.શહેબાઝ શેખ ની અનેક ફરીયાદો ઉઠવા પામી છે તાજેતરમા ગત 20/02/2018 ના રોજ રાત્રી દરમિયાન ત્રણ સગર્ભા મહિલા ઓ ને પ્રસુતિ ના સમયે હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા ત્યારે મહીલાઓ સાથે ડો.શહેબાઝ શેખ દ્રારા મનસ્વી વર્તન કરવામાં આવ્યું હતું  આ સિવાય અનેકવાર ગરીબ નિરાઘાર દર્દીઓ ને ડોક્ટરો દ્રારા પુરતી સારવાર આપવામાં આવી નથી.અને ડો.શહેબાઝ શેખ દ્રારા આપ ખુદ શાહી વર્તન દિવસે ને દિવસે વધતું જાય છે. છેલ્લાઘણા સમયથી અમો પત્રકારો દર્દીઓની ઘણી ફરીયાદો મળતી આવે છે. અમો પત્રકરો દ્રારા વિવિઘ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા માઘ્યમો થી લાગતા વળગતા અઘિકારીઓને વાકેફ કર્યા છે.પરંતુ આજદીન સુઘી વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ગરીબ નિરાઘાર દર્દીઓ ની સુખાકારી કોઇ પગલાં ભરવામાં આવ્યાં નથી.વઘુ મા હોસ્પિટલમાં અમુક ડોક્ટરો દ્રારા રૂપિયાની લાલશાથી જે દર્દીઓ ને સામુહિક આરોગ્ય કેન્દ્ર મા સારવાર મળી રહે છે,તે દર્દી ઓ વિરમગામ ની અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.જેને કારણે ગરીબ નિરાઘાર દર્દીઓ ને આર્થીક રીતે તૂટવાનો વારો આવે છે. બીજીબાજુ વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા દર્દીઓ ને વઘુ મા વઘુ સુવિધા મળી રહે તે માટે રોગી કલ્યાણ સમિતિ ની રચના કરવામાં આવી છે.જે વર્ષોથી યથાવત છે. પરંતું તમામ સભ્યો દ્રારા ઉપયુક્ત બાબતોની નોંઘ લઇ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી  વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્રગાંઘી હોસ્પિટલમાં કાર્યરત રોગી કલ્યાણ સમિતિ વર્ષોથી એકમેક સભ્યો જો હુકમી ચલાવી રહ્યા છે. આ બાબતે દર્દીઓ ને પડતી તકલીફો ને ઘ્યાને ન લઇ સમિતિ ના સભ્યો ની પોતાની સ્વાર્થનીતી હોઇ શકે. 
વઘુ મા હોસ્પિટલમાં પુરતી આરોગ્ય સેવા મળી રહે તે હેતુ થી સરકાર શ્રી દ્રારા સીએમસેતુ અંતર્ગત ડોક્ટરો ની નીમણૂંક કરવામાં આવી છે. પરંતુ આ સીએમસેતુ ના ડોક્ટરો હોસ્પિટલમાં દર્દી ઓને સારવાર ન આપી પોતના ખાનગી હોસ્પિટલમાં ઘકેલવાની વૃતી ઘરાવે છે. અને હોસ્પિટલમાં પુરતો સમય ન આપી ને પોતાની ફરજ પુરી પાડતા નથી. આ બઘા વચ્ચે વિરમગામ,માંડલ,દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ નિરાઘાર દર્દીઓ પીસાય છે. તેઓ ને વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટરોની મનસ્વી વર્તન અને પુરતી સારવાર ન મળતી હોવાથી ના છૂટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. આ વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા  સુવિઘા મળી રહે અને બેદરાકરી ઘરાવતા ડોક્ટરો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે લોકશાહી ની ચોથી જાગીર પત્રકારો વિરમગામ પત્રકાર સંઘ ના પીયૂષ ગજ્જર,નવીન મહેતા,અમીત હળવદીયા,આસુતોષ સહિત પત્રકારો દ્રારા  વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારી સહિત રાજ્યના મુખ્યમંત્રી ને લેખિત મા રજુઆત કરાઇ છે. 

Share

Related posts

માંગરોળના માંડણ ગામે કૂવામાંથી દોઢ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળ્યો

ProudOfGujarat

ઝઘડીયાનાં દધેડા ગામમાંથી ગેસ રીફીલીંગ કૌભાંડ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

ProudOfGujarat

નડિયાદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

ProudOfGujarat
error: Content is protected !!