Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

વિરમગામ ગાંઘી હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો.શેખ ની બેદરકારી ને કારણે પ્રસુતા ને ફરજીયાત બહાર ખાનગી હોસ્પિટલમાં મોકલવા બાબતે ડો.શેખની બદલી નહીં કરવામાં આવે તો અરજદારોએ આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી.

Share

(પીયૂષ ગજ્જર વિરમગામ)

વિરમગામ ના 3 યુવાનો વિરમગામ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર બળવંતભાઈ ઠાકોર,સામજીક કાર્યકર આશીષ ગુપ્તા,દલિત આગેવાન રાકેશ સોલંકી દ્રારા આગામી તા-26-3-2018 ના રોજ સોમવારે બપોરે 1 કલાકે નાયબ મુખ્યમંત્રી ના સરકારી નિવાસસ્થાને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

વિરમગામ શહેરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા દિવસે ને દિવસે વધતી બેદરકારી ના લીઘે અસંખ્ય દર્દીઓ ભારે હાલાકી ભોગવવી પડે છે. ના છુટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. તેવોજ વઘુ એક બનાવ બનતા અને ડો.શેખની બદલી ની માંગ સાથે વિરમગામ ના સામાજીક કાર્યકરો દ્વારા આત્મવિલોપન ચીમકી ઉચ્ચારી છે. અને વિરમગામ નાયબ કલેક્ટર ના આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે વિરમગામ શહેરની એક માત્ર તાલુકા ની હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર,વિરમગામ ગાંઘી હોસ્પિટલ આવેલી છે. જ્યાં સગર્ભા બહેનો ને ડીલેવરી માટે તાલુકા માંથી તેમજ શહેરની અન્ય મહિલા ઓ આવતી હોય છે. પણ જ્યારે ગાંઘી હોસ્પિટલમાં ડો.શેખની નોકરી સમય દરમ્યાન મહીલાનોઓ ની ડીલેવરી કરવામાં આવતી નથી.તેમજ હિન્દુ મહીલાઓને હેરાન કરવામાં આવે છે અને આ શેખ ડોક્ટર દ્રારા ફરજીયાત પણે મહીલાઓને ડીલેવરી માટે બહાર પ્રાઇવેટ મા મોકલવામા આવે છે. આ બાબતે અરજદારો એ વારંવાર હોસ્પિટલ ના વહીવટી અઘિકારીઓને લેખિત તેમજ મૌખિક ફરીયાદ ડો.શેખ વિરુઘ્ઘ કરવામાં આવેલ છે. તેમ છતા આજદિન સુઘી કોઇ પગલા ભરવામાં આવ્યા નથી આ અગાઉ થોડા દિવસો પહેલા વિરમગામ શહેરમાં ઠાકોર સમાજ અને લઘુમતી સમાજ વચ્ચે ઝઘડો થયેલો ત્યારે ડો.શેખ હાજર હતાં અને ઠાકોર ના છોકરાને દવાખાને સારવાર અર્થે લાવેલ ત્યારે ડો. દ્રારા કોમવાદી વલણ અપનાવી ને પુરતી સારવાર કરેલ ન હતી.તેવોજ દાખલો ગઇ કાલે તા-20-2-2018 ને મંગળવારને રોજ 3 પ્રસુતા મહિલા ઓ ગાંઘી હોસ્પિટલમાં આવેલ જેઓની પુરી તપાસ કર્યા વગર બારોબાર ખાનગી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવેલ કા કે ખાનગી હોસ્પિટલમાં ડો.શેખ ની કમીશન બાંઘી આવેલ હોવાથી મોટાભાગના દર્દી ઓ ને ડો.શેખ દ્રારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આ કોમવાદી વલણ ઘરાવનાર ડો.શેખની તાત્કાલિક બદલી નહીં કરવામાં આવે કે સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ના છુટકે વિરમગામ ના 3 યુવાનો વિરમગામ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર બળવંતભાઈ ઠાકોર,સામજીક કાર્યકર આશીષ ગુપ્તા,દલિત આગેવાન રાકેશ સોલંકી દ્રારા આગામી તા-26-3-2018 ના રોજ સોમવારે બપોરે 1 કલાકે નાયબ મુખ્યમંત્રી ના સરકારી નિવાસસ્થાને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ આવેદન પત્ર સાથે નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું.

 


Share

Related posts

ભરૂચ : અયોધ્યા ટ્રીટમેન્ટ પ્લાન્ટથી માતરીયા ઇન્ટેકવેલ સુધી આવતીકાલે વીજ પુરવઠો અને પાણી પુરવઠો બંધ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે શુક્રવારના હાટ બજારમાં વ્યક્તિ બહુરૂપી બનીને આવ્યો.

ProudOfGujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે સજજ રહેવા પણ આ જિલ્લાઓના કલેકટરોને તાકિદ કરી હતી.

ProudOfGujarat
error: Content is protected !!