Proud of Gujarat
GujaratFeaturedINDIA

‘બોલ બાપુ બનીશ…?’ બોલીને ઢોર માર મારી યુવકને પગ પકડાવીને માફી મંગાવતો… વિડીયો વાયરલ…

Share

માંડલ ના વિઠ્ઠલાપુર ગામ ના યુવકને બેચરાજી પાસે અન્ય યુવકો દ્વારા માર મારવાનો સમગ્ર વિડીયો સોશ્યલ મીડિયા વાયરલ થયો છે.

તાજેતરમાં સામે આવેલા વીડિયોમાં બે યુવકો એક કિશોરને ફટકારી રહ્યા છે. સામાપક્ષે કિશોર તેને છોડી દેવાની વિનંતી કરી રહ્યો છે. આ સમયે એક ત્રીજો વ્યક્તિ આ સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો છે. વીડિયોમાં બે યુવકો એક કિશોરને પોતાને દરબાર કહેવા બદલ ફટકારીને માફી માંગવા કહી રહ્યા છે. શરૂઆતમાં બંને યુવકો કિશોર સાથે ધોલ-થપાટ કરે છે. બાદમાં કિશોરને લાકડીથી ફટકારે છે. જમીન નીચે પડી ગયેલા કિશોરને લાતો પણ મારવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કિશોરને ઊંચકીને નીચે પણ ફેંકે છે. બંને કિશોર પાસે પોતાના પગ પકડાવીને માફી પણ મંગાવે છે. અંતે કિશોર ફરી ક્યારેક આવું નહીં કરવાનું કહીને ત્યાંથી ભાગી જાય છે. વીડિયોમાં કિશોર એવું પણ કહી રહ્યો છે કે જો હવે ફરીથી દરબાર કહું તો મને વિઠ્ઠલાપુર ગામ વચ્ચે ફટકારજો.

રાજ્યમાં દલિતો પર અત્યાચારના કિસ્સો દિવસેને દિવસે વધી રહ્યા છે. માંડલના વિઠ્ઠલાપુર ગામમા વધુ એક દલિત યુવકને માર મારતો વીડિયો વાયરલ થયો છે. 2 યુવકોએ દલિત યુવાનને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ના વિઠ્ઠલાપુરનો આ વીડિયો છે.વીડિયોમાં આપ જોઈ શકો છો કે દલિત યુવાન વારંવાર રહેમની ભીખ માગી રહ્યો છે પણ યુવકો નિર્દય બની તેને ઢોર માર મારી રહ્યા છે. આ યુવકનો વાંક એટલોજ હતો કે તેને પગમાં મોજડી અને ગળામાં ચેઈન પહેરી હતી.આરોપીઓને દલિત યુવકનું મોજડી પહેરવું એટલું આંખમાં ખુચ્યું કે તેમણે યુવકને ઢોર માર માર્યો. આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે.

Advertisement

:-રિપોર્ટ- પીયૂષ ગજ્જર,વિરમગામ.


Share

Related posts

અંકલેશ્વરના સજોદ ગામે બાળકોને ન્યુટ્રીશન કીટનું કરાયું વિતરણ.

ProudOfGujarat

ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના હેતુથી માંગરોળ તાલુકાના વાંકલ ગામે ‘કેશ ક્રેડીટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat

વડોદરાથી સુરત જતા SRP ના જવાનોને નડયો અકસ્માત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!