વિરમગામ ખોડાઢોર વીરપુર પાંજરાપોળ સૌપ્રથમ વખત અબોલ પશુઓને ઘાસચારો ખવાડવી પરીવારે કરી જન્મ દિવસ ની અનોખી ઉજવણી.
સામાન્ય રીતે લોકો પોતે કે પોતાના સંતાનો ના જન્મ દિવસ ની ઉજવણી કોઇ હોટલો કે બર્થ ડે પાર્ટી મા કરતા હોય છે. પરંતુ આજરોજ
વિરમગામ ની 100 વર્ષ જુની અને જાણિતી પેઢી ના રમેશભાઇ મુલચંદ શાહ પરીવાર એ તેમણા પૌત્ર અને પૌત્રી જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ વિરમગામ ખોડાઢોર વીરપુર પાંજરાપોળ સંસ્થા મા સૌપ્રથમ વાર આરીતે અબોલ પશુઓને ઘાસચારો ખવાડવી જન્મ દિવસ ની ઉજવણી કરાઇ હોય તેમ જણાય છે. વિરમગામ ના રમેશભાઇ મુલચંદભાઇ શાહ ના પુત્ર દિપેન અને પુત્રવઘુ રિઘ્ઘી શાહ ના 3 વાર ના પુત્ર મોક્ષેસ અને 5 વર્ષની પુત્રી વિહા ના જન્મ દિવસ નીમિતે પરીવારે નક્કી કર્યું હતું કે જન્મ દિવસ ની ઉજવણી પાંજરાપોળ માં જઇને કરવી એજ રીતે આજરોજ બોટાદ સંપ્રદાય ના આચાર્ય ભગવંત પ.પૂ અમિચંદ મ.સા.(અમિગુરુ)આદિ ઠાણા-3 સાઘ્વીજી શ્રઘ્ઘાબાઇ આદીઠણા-4 નિશ્રામાં સમગ્ર પરીવારે આશીર્વચન આપ્યા હતા. ત્યાર બાદ કેક કાપી પાંજરાપોળ મા અબોલ પશુઓને ઘાસચારો ખવાડવી પરીવારે કરી જન્મ દિવસ ની ઉજવણી કરી હતી.
:-પીયૂષ ગજ્જર વિરમગામ.