દિનેશભાઇ અડવાણી
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમારખાણ ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સપ્તધારાની ટીમ દ્વારા હીપેટાઇટિસ (કમળો) અંગે પપેટ શો અને નાટક રજુ કરી જનજાગૃતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિરલ વાઘેલા, મેડીકલ ઓફીસર ડો.રાકેશ ભાવસાર, આર.બી.એસ.કે મેડીકલ ઓફિસર ડો.ધારા પટેલ, ડો.ઉર્વી ઝાલા, ડો ધારા સુપેડા,ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકિયા, કાન્તિભાઈ મકવાણા, જયેશ પાવરા, આર.બી.એસ.કે એફ.એચ.ડબ્યુ સહીત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિરલ વાઘેલાએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા28મી જુલાઇએ વર્લ્ડ હિપેટાઇટિસ ડે નક્કી કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કુમાર ખાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શુક્રવારે વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ તાલુકાની સપ્તધારા ટીમ દ્વારા પપેટ શો અને નાટક દ્વારા ઉપસ્થિત લોકોને હીપેટાઇટિસથી બચવાના નિદાન, સારવાર અંગે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. સપ્તધારા ટીમ દ્વારા હીપેટાઇટિસ અંગે રજુ કરવામાં આવેલ પપેટ શો અને નાટક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.