● 31 જુલાઇ 2014 માં 8 રોજમદાર કર્મચારીઓ ને છુટા કરવાને બદલે કાયમી જગ્યા ઉપર નિમણૂંક આપવાં ઠરાવ પસાર કરતા ગાઘીનગર નિયામકે નગરપાલિકાના ચાલું સદસ્ય અને ભૂતપૂર્વ ના 31 સભ્યો ને કારણદર્શક નોટીસ ફટકારી.
વિરમગામ નગરપાલિકાની ગત તા-31 જુલાઇ 2014 ની સામાન્ય સભા માં ઠરાવ ક્રમાંક 22 સરકાર ના પરિપત્ર માં જોગવાઇ વિરૂધ્ધ સર્વાનુમતે ઠરાવ પસાર કરી 8 રોજમદાર કર્મચારીઓ ને છુટા કરવાને બદલે કાયમી જગ્યા ઉપર નિમણૂંક આપવાં ઠરાવ પસાર કર્યો હતો.જે અનુસંધાને ગાંઘીનગર નગરપાલિકાના નિયામક તરફથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 કલમ હેઠળ તે વખતે જનરલ બોર્ડ માં નગરપાલિકાના હાજર રહેલ ચાલું સદસ્ય અને ભૂતપૂર્વ ના 31 સભ્યો જેનબ ઝહીર પટેલ , બીમલ પટેલ , ગીરીશ જાદવ , આફતાબ પટેલ ,આયશા બેગમ , ઉર્મિલા ગુપ્તા, સતીશ પટેલ,મુમતાજ તાઇ, અઝરૂદિન સૈયદ,ગીરીશ ચાવડા,ઇમ્તિયાઝ તાઇ, સમીમ બાનુ,અહેમદ હુસેન પાનસેરીયા, રૂકશાના તાઇ, મુસ્તુફા ચૌહાણ, ઓઘવજી પટેલ , બળવંત ઠાકોર,સાઘના સોલંકી, અતુલ ગણાત્રા, સતીશ દલવાડી,ગીતાબેન મોકાસણા, મોતીસિંહ સોલંકી, હંસાબેન ઠાકોર, ચેતન રાઠોડ , ભરત બી.ઠાકોર , સેવંતી વોરા, યાસિન મંડલી, હીતેશ પ્રજાપતિ, કીરીટ દવે, સુરેશ પટેલ ,મુસ્તાક સિપાઈ.
ને કારણદર્શક નોટીસ આપતા સ્થાનિક રાજકારણ મા ખડખડાટ મચી જવા પામ્યો છે.
8 રોજમદાર કર્મચારીઓ ને છુટા કરવાને બદલે કાયમી જગ્યા ઉપર નિમણૂંક આપવાં ઠરાવ પસાર કરતા જેણે કારણે નગરપાલિકાને મોટુ
આર્થિક નૂકશાન સહન કરવું પડે છે જે બાબતે સુનામણી બાબતે આગામી તા. 33 જાન્યુઆરી 2018 ના દિવસે 12 કલાકે હાજર રહેવા કારણદર્શક નોટીસ ફટકારી છે.
:-પીયૂષ ગજ્જર વિરમગામ