વિરમગામ શહેરમા માંધાતા યુવા ગૃપ દ્વારા કોળી સમાજ ના ઇષ્ટદેવ ગણાતાં વીર માંધાતા પ્રાગટ્ય દિન નિમિત્તે આજરોજ શહેર મા વસતાં કોળી પટેલ સમાજ ના લોકો દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા મા મોટી સંખ્યામાં સમાજ ના ભાઇઓ બહેનો,વડીલો, નાના બાળકો જોડાયાં હતાં શોભાયાત્રા બપોરે 12 કલાકે શહેરના ગાયાત્રી મંદિર થી પરકોટા, ગોલવાડી દરવાજા સહિત વવિઘ રાજમાર્ગો પર નીકળી હતી. શોભાયાત્રા દરમિયાન શહેર ના પરકોટા વિસ્તારમાં સરદાર પટેલ ગૃપ વિરમગામ દ્વારા શોભાયાત્રા મા ઉપસ્થિત લોકો માટે પીવાના પાણી ની વ્યવસ્થા પુરી પડાઇ હતી.ઉલ્લેખનીય છે કે શોભાયાત્રા ની સાથે
દરવર્ષે આ સમાજ એકત્રિત થઇ શિક્ષિત, સંગઠીત, અને વ્યસનમુક્ત બને તે માટે સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આ શોભાયાત્રા મા સમાજના આગેવાન,સહિત માંધાતા યુવા ગૃપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
:-પીયૂષ ગજ્જર વિરમગામ.

