કાપ્યો છે…. લપેટ…લપેટ….ની ચિચિયારીઓથી માહોલ ગૂંજી ઉઠ્યો
વિરમગામ-માંડલ અને દેત્રોજ-રામપુરા, કટોસણ રોડ સહીત પંથકમાં ઉતરાયણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે ઉતરાયણના પતંગ રસિકો પતંગ ચગાવવા ધાબાઓ ઉપર ચડી ગયા હતા. ગુરુવારના રોજ વાસી ઉતરાયણના દિવસે વહેલી સવારથી પવન અનુકુળ રહેતા પતંગ રસિયાઓએ વાસી ઉતરાયણની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. . પરંતુ બાદ સાંજ સુધી લોકોએ પતંગ ચગાવી આકાશી યુદ્ધની મજા માણી હતી. ઉતરાયણ પર્વ દાન-પુણ્ય માટે અતિ પવિત્ર હોવાથી લોકોએ ગરીબોને દાન, પશુઓને ઘાસચારો નાખી દાન કરી ધન્યતા અનુભવી હતી તો પ્રતિબંઘ હોવા છતા રાત્રે આકાશ તુકકલની ઉડી હતી. વિરમગામવાસીઓએ ઉતરાયણ પર્વની ઉજવણી પશુ-પક્ષીઓને ઘાસચારો, ચણ આપીને દાન કરી પર્વની શરૂઆત કરી હતી. ઉતરાયણ અને વાસી ઉતરાયણ દિવસ દરમ્યાન વિરમગામ શહેર સહિતના પંથકના દોરી વાગવાના 15 થી વઘુ બનાવો અને ઘાબા પરથી પડી જવાના સામાન્ય 2 બનાવો બન્યા હતા. શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
:-પીયૂષ ગજ્જર